Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 131
________________ ૧૨૨ એલ ાત્રીશમે શાક શાક એટલે ખેદ, ગ્લાનિ, અરતિ કે ચિંતા. કોઈ વસ્તુ જેના ઉપર અતિશય મેાહ હાય તે] ધન, ધામ, ઠામ, વસ્ર વિગેરે ખાવાઈ જાય; ભાંગી ટુટી જાય; કોઈ ઉપાડી જાય; કોઈ વ્હાલા સગા સંાંધીનું મરણ કે પરદેશગમન થાય; પોતાના કે સંબંધીના શરીરે રોગાદિક વ્યાધિ થાય; કે કોઈ દુશ્મન કનડગત કરતા હાય ત્યારે ચિંતા, શાક, ગ્લાનિ, ખેદ, અતિ કે આર્ત્તધ્યાન થાય છે અને એ રીતે જીવ કર્મબંધન કરે છે. પરંતુ વિવેકી માણસે તેવા પ્રસંગે વિચાર કરવા કે ચિંતા કરવાથી ધાર્યું કંઈ પણ કામ થતું નથી. ચિંતા કરવાથી ભાંગી ગયેલી, જતી રહેલી કે બગડી ગયેલી વસ્તુ પાછી આવતી નથી કે સુધરતી નથી. મરણ પામેલ કે પરદેશ ગયેલ સંબંધીના વિયાગ ચિંતા કરવાથી ટળતા નથી. ચિંતા કરવાથી રોગાદિક વ્યાધિ મટતો નથી અને ચિંતા કરવાથી દુશ્મન ચાલ્યા જતા નથી. એ બધા માટે બનતી કોશીષ કરવા છતાં જો ધાર્યું નજ થાય તો ચિંતા ન કરતાં સંતોષ ધારણ કરવા કારણ કે ભાવી ભાવ ટાળવાને કોઈ પણ સમર્થ નથી. ઉપરોકત-વર્ણવેલા અંતરંગ છ શત્રુઓ આત્માને અવળે રસ્તે દોરી, કર્મબંધન કરાવી દુર્ગતિમાં ધકેલે છે. આજ ભવમાં દુ:ખકર્તા એવા બાહ્ય શત્રુઓ તો કોઈ વખતે શત્રુ મટીને મિત્ર પણ બની જાય છે, તેમને જીતવા સહેલા છે, પરંતુ અંતરના શત્રુઓ કામ, ક્રોધાદિક તેમના કરતાં ઘણાજ બળવાન છે અને જન્મોજન્મ સાથે રહી વિવિધ દુ:ખસંતાપ ઉપજાવે છે. એ શત્રુઓને જીતવાથી મૈત્રીભાવના વિશ્વપ્રેમ પ્રગટે છે અને સર્વ પ્રાણિઓ સાથે મિત્રતા વધારવી એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. એ મૈત્રીભાવનાથી જગતમાં કોઈ બાહ્ય દુશ્મન રહેવા ન પામે, તેમજ હિંસક પ્રાણિઓ પણ મિત્રતાને ભજે છે-શાંત થઈ જાય છે. માટે મોક્ષ સુખ ઈચ્છક આત્મિક સુખ ઈચ્છક માણસે બાહ્ય શત્રુઓ ઉપન્ન કરનાર એ અંતરંગ છ શત્રુઓને દૂર કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. એ નીતિ માર્ગોનુ સારીના ૩૪ મે ગુણ કહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148