________________
| બાલ પાંત્રીશ
ધ્રાણેન્દ્રિય પ્રાણેન્દ્રિય નાક. દુનિયામાં સુગંધી અને દુર્ગધી એવા બે જાતના પદાર્થ છે. સુગંધી પદાર્થો ચિત્તને ગમે છે. જયારે દુર્ગધી પદાર્થો તરફે આણગમો દિગં] ઉપજે છે. સુગંધ જાણવાનું કે દુર્ગધ ભણવાનું કામ નાકનું છે. સુગંધ કે દુર્ગધ એ પુદગલોનું પરિણામ સ્વિભાવ છે. સુગંધી પદાર્થ દુગંધી બને છે અને દુર્ગધી એ સુગંધી બની શકે છે. સુગંધી અને સરસ ભોજન પણ ગળા હેઠે ઉતર્યું એટલે ખાતાં માખી આવી જાય અને વમન થતાં ખાધેલું પાછું નીકળે એટલે તે દુર્ગધી અને ન જોવાલાયક બની જય છે.
ફલિહેદક ખાઈનું પાણી દુર્ગધી અને ન પીવા યોગ્ય હતું છતાં સુબુદ્ધિ પ્રધાને તેને સુગંધી અને સરસ પીવા યોગ્ય મિષ્ટ બનાવેલું હતું. આમ સુગંધી અને દુર્ગધી એવા પુદગળનું સ્વરુપ પાણી વહ્યા માણસે સુગંધી કે દુર્ગધી પદાર્થ ઉપર રાગ કે દ્વેષ ન કરવો. શ્રીકૃષણે જેમ ગંધાતા કુતરાના મડદાને જોઈ દુર્ગાછા ન કરતાં ઉલટો તેની બત્રીશીને વખાણવા રુપ ગુણ લીધા તેમ આપણે પણ ગ્રાહી થવું જોઈએ.
સુગંધમાં આસકત થનારની દશા ભમરા અને સર્પની પેઠે બૂરી થાય છે. બીજો અર્થ લઈએ તો સુગંધ એટલે સુવાસ યાને ય: કીર્તિ અને દુર્ગધ એટલે કુવાસ યાને અપકીર્તિ થાય. જેમ દુનિયામાં સુવાસ-ચશ: કીર્તિ થાય તેવી રીતે વર્તવું એ વિવેકી પુરૂનો સ્વભાવ છે અને કુવાસના-અપકીતિ થાય તેવી રીતે વર્તવું એ અવિવેકી મૂર્ખ માણસનું લક્ષણ છે. માટે સુવાસ અને કુવાસનું સ્વરુપ સમજીને જે શ્રેય લાગે તે માર્ગે ચાલવું.
રસેન્દ્રિય રસેન્દ્રિય-જીભ. જીભનાં બે કામ છે, સ્વાદ લેવા અને વચન બોલવું. પાંચ ઈન્દ્રિયમાં જીભને લેખમ ઘણું છે, તેમજ લેખમદારી પણ ઘણી જ છે. બત્રીસ દાંતની ખુલ્લી ચોમ-હેઠળ રહીને બે કામ સંભાળવાની કાળજી
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com