________________
બેલ ચેત્રીશ
છે. કીર્તિનો નાશ કરે છે. અસદગતિ આપે છે અને પુણ્યરુપ પૂંજીને ખલા કરી નાંખે છે. દોડ પૂર્વનું કરેલું તપ એક ક્ષણવારના કરેલા ક્રોધથી નિષ્ફળ બને છે. ખાધેલું હળાહળ ઝેર એકજ વખત મરણ નિપજાવે છે, પણ કોઈ રૂપી ઝેર આ જન્મમાં વેરઝેર કરાવી અહિત કરવાની સાથે અનંત જન્મ-મરણ કરાવે છે.
વૈદકના નિયમ પ્રમાણે ક્રોધના આવેશથી લેહી તપી જાય છે. જેથી લોહીમાં વિકાર થવા પામે અને તાવ વિગેરે રોગ પ્રગટ થાય છે. સર્વને પ્રત્યક્ષ અનુભવ હોય છે કે જયારે ક્રોધના આવેશ આવે છે ત્યારે આખું શરીર ધ્રુજી ઉઠે છે. હેરો લાલચોળ બની જાય છે અને હૃદયમાં એકદમ આઘાત થાય છે. એ વખતે બેલવા ચાલવા કે વિચારવાનું કશું ભાન રહેતું નથી. કોઈ વખતે લોહી મગજમાં ચડી જવાથી પ્રાણાંત કષ્ટ-હાર્ટ ફેલ થવાનો વખત આવી જાય છે.
માટે કદાચ અનીતિ કે અકાર્ય કરનાર વ્યકિતને સન્માર્ગે ચડાવવા-તેના હિતની ખાતર ક્રોધ કરવાની જરૂર પડે તો પણ તે ક્રોધ પિતાના આત્મામાં ઉડી અસર થવા ન પામે તેવા કૃત્રિમ કરવો કે જેથી પોતાને કે સામાને નુકશાન ન થાય કિંતુ લાભ થાય. સ્વાર્થમાં રાચેલા ગૃહસ્થ, સત્તાધારી, રાજમહારાજા કે ખુદ ત્યાગીઓ શુદ્ધાં પોતાનું કાર્ય સાધવા સામા માણસને ક્રોધ થવાનાં કારણો ઉભા કરે છે. તે વખતે ખાસ ક્ષમા રાખવાની જરૂર છે માટે સુખના ઈચ્છક પુરવે ક્રોધ ટાળી શમા, સહનશીલતા, સમતા અને સમભાવ ધારણ કરવો જોઈએ.
માન
માન-અભિમાન રાખનાર માણસ અભિમાની ગણાય છે. માન દશા વાળા માણસ બાવળના ઠુંઠા જે અક્કડ હોય છે. તેનામાં વિનય-નમ્રતા, સરળતા, કોમળતા વિગેરે ગુણોનો અભાવ હોય છે. અભિમાની માણસ ગમે તેવું લોકવિરૂદ્ધ કાર્ય કરતાં ડરતો નથી. “મને કોણ કહેનાર કે પૂછનાર છે? એવો અહંકાર રાખે છે. હિતેચ્છુ મનુષ્યનાં હિતકર વચનને ગણકારતો નથી. “મારૂં તે સારૂ માને છે, પરંતુ સારૂં તે મારું ન માનવાથી દુરાગ્રહી હોય છે.
*.
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com