Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 123
________________ મેાલ ચાત્રીશમેા મેળવે છે. પરંતુ અંતરના શત્રુઓને ઓળખનાર વિરલાજ હોય છે. ઓળખવા છતાં તે દુશ્મનને વશ નહિ થનાર-તેમને જીતનાર તો કોઈ આત્માર્થી જીવ ભાગ્યેજ મળી શકે. જયાં સુધી અંતરના દુશ્મનાને મનુષ્ય દબાવતાવશ કરતા નથી ત્યાં સુધી માણસાઈ આવી શકતી નથી. માણસાઈ વગરના માણસની કિંમત શી? ૧૧૪ લાભ એ સર્વ પાપાના બાપ છે. લાભ હોય ત્યાં સ્વાર્થીપણુ અધિક હાય. સ્વાર્થમાં અંધ બનેલા આત્મા પોતાના સ્વાર્થ સાધતાં હિંસા, અસત્ય, ચારી, કજીયા-કલેશ કે મારફાડ કરતાં ડરતા નથી. બીજાને છેતરે છે. માયા-કપટ કરે છે. બીજાની આજીવિકાઓ તોડે છે. ાતાના સ્વાર્થને આડે આવનાર ઉપર ક્રોધ કરે છે. અભિમાનના આવેશમાં આવી ન કરવાનું કરે છે. ગમતી વસ્તુમાં [સ્ત્રી-પુત્ર-તન-ધન વિગેરેમાં] રાગાંધ [કામરાગ, મોહરાગ કે દ્રષ્ટિરાગ વિગેરેમાં છતી આંખે આંધળા બની જાય છે. જેને લઈને વિવેક વગરના બની અનેક અનર્થ-પાપના કામ કરે છે અને અણગમતી વસ્તુ ઉપર ઈર્ષ્યાદ્વેષ ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેષ એ કર્મના બીજ છે. રાગ-દ્વેષ થકી ચાર કષાયા-ક્રોધ, માન, માયા ને લાભ ઉત્પન્ન થાય છે. અથવા અંતરંગ છ શત્રુઓ બીજી રીતે આ પ્રમાણે છે. કામ, ક્રોધ, લાભ, માન, મદ અને હર્ષ. કોમ કામ એટલે વિકારી વૃત્તિ. પરસ્ત્રીના સર્વથા ત્યાગ કરવા. પોતાની સ્ત્રી સાથે પણ જેમ રોગી માણસને ઔષધ ખાવાની જરૂર પડે છે તેમ તુસ્નાન પછી ફ્કત ચિત્તની આતુરતા ટાળવા ઉપરાંત વિષય સેવવા નહિ. ભાવના તો સર્વથા બ્રહ્મચર્ય પાળવાનીજ રાખવી. શ્વાનવૃત્તિ [નિરંતર દરરોજ વિષય સેવવાની વૃત્તિ] ન રાખવી. એક રાત્રિમાં ઘણી વખત ઓ સંગ કરવો એ ઉત્તમ પુરૂષાનું લક્ષણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148