________________
9૧૨
બોલ ચોત્રીશ
બોલ ચેત્રીશ
કામ કૈધ આદિ છ આંતર
શત્રુઓને જીતવા
“અંતરંગ છે શત્રુ કરવા દૂર છે.”
શત્રુ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય શત્રુ ત્રણ પ્રકારના છે. જાતિ વૈરી, પૂર્વ ભવ વૈરી અને આ ભવ વૈરી. અતિ વૈરી ઉંદરને બિલાડી, સાપ ને નોળીયા, સિહ ને બકરા વિગેરે.
પૂર્વ જન્મમાં કોઈ જીવે કોઈ જીવને મારેલ હોય અગર તેની સાથે કોઈ પણ કારણે વિરોધ કરેલ હોય જેથી પરસ્પર એક બીજા સાથે આંટીઘૂંટી રહી જવાથી બીજ ભવમાં તે વૈરભાવ ઉદયમાં આવતાં, એકબીજાને મળવાનો પ્રસંગ આવે ત્યારે એક બીજાની આંખો એક બીજાને જોતાં લઢે કે ક્રોધ ઉત્પન થાય તે પૂર્વ વરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com