________________
શાલ તેત્રાશ
ક
.
પાર કરવાનો અર્થ એ નથી કે જેના ઉપર ઉપકાર કરવામાં આવે તે માણસ આળસ કે નિરૂઘમી બની બાહુ બાંધીને બેસી રહે અને ઉપકારીની મદદ પર જ નભ્યા કરે.
૧
લૂલા-લંગડા, આંધળા, અશકત કે નિરાધાર [ભલે અખંડ, અંગવાળા હોય તેવા કોઈ પણ પ્રાણીને તેની જરૂરિયાત પૂરતી મદદ કરી તેને જેિનાથી જે જે બની શકે તેવા હુન્નર-ઉદ્યોગમાં જોડી દઈ પોતાનું ગુજરાન પોતે ચલાવી ! શકે તેવા સ્વાશ્રયી બનાવવા. જેઓ કઈ રીતે કંઈ પણ ઉદ્યમ કરી પોતાનું ગુજરાન ચલાવી ન જ શકે તેવા અશકતને હમેશાં મદદ કરવી એ પરોપકારી માણસની ફરજ છે.
-
-
-
-
- -
-
-
-
-
જે માણસ ધનના અભાવે ધનની મદદ નથી કરી શકતા તેઓએ મન, વચન અને કાયાથી સેવા બજાવવી સહાયતા કરવી. પરોપકાર કરનારની અનુમોદના કરવી. “મારી પાસે ધન હોય તે હું પણ ધનથી પરોપકારનાં કામ કરૂં” એવું મનથી ચિંતવવું. વચનથી ધનવાનને પરોપકાર કરવાની પ્રેરણા કરવી. પરોપકારની મહત્તા સમજાવવી. નિરાધાર જીવોને તેને ત્યાં લઈ જવા અને કાયાથી પોતે જાતે દુ:ખી જીવની સેવા શુશ્રષા કરવી.
ધનાઢય સ્ત્રીઓએ ગરીબ સ્ત્રીઓની દરેક રીતે સેવા બજાવવી. દુ:ખી નિરાધાર હોય, રોગથી પીડાતી હોય કે સુવાવડનું કષ્ટ ભોગવતી હોય તો તેમને યોગ્ય સહાયતા કરવી, સાર સંભાળ કરવી. અન, ધન, વસ્ત્ર વિગેરેની મદદ પોતે કરવી કે બીજા પાસે કરાવવી. આમ શ્રીમંત સ્ત્રીઓને પોતે તે સેવા કરતી જોઈ તેની અસર બીજી સ્ત્રીઓ ઉપર પણ પડે. બીજી સ્ત્રીઓ પણ સેવાપરોપકારના કામમાં જોડાય.
વિધવા સ્ત્રીઓએ બની શકે તેટલો વખત પરોપકાર કરવામાં જ ગાબ જોઈએ કે જેથી પોતાનું જીવન શાંતિથી પસાર થાય અને પરોપકારનો લાભ
લેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com