________________
મન
-
-
- -
-
-
-
-
*, *
*
બેલ એકવીશ.
બોલ એકવીસમો
ગુણ જનેને પક્ષપાત કર “પક્ષપાત સૌજન્ય તણો કરવા અને
પક્ષપાત એટલે કોઈ પણ વસ્તુ, વ્યકિત કે સમુદાય તરફ દિલનું ખેંચાણ થાય છે. જીવ માત્ર બે પ્રકારના સ્વભાવવાળા હોય છે. સંતસજજન સદગુણી અને શઠ-દુર્જન-દુર્ગુણી. એક સદગુણગ્રાહી અને બીજા દુર્ગુણગ્રાહી હોય છે. સુખના ઈચ્છકે આત્માને હિતકારી, આત્માની ઉન્નતિ કરનાર એવા દયા, સત્ય, વિનય, વિવેક, સંતોષ, સહનશીલતા, સરળતા અને પરોપકાર વિગેરે સજજનતામય સદગુણો અને તેવા ગુણેયુકત સજજન સદગુણી પુરૂષના પક્ષમાં રહેવું જોઈએ. પરંતુ દુર્ગુણો કે દુર્જન માણસ તરફઅંતરથી ખેંચાવું નહિ. તેમજ તેની નિદા કે તેનો તિરસ્કાર પણ ન કરવો પણ તટસ્થ રહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com