________________
બેલ એકત્રીશો
૧૦૫
હસી-મશ્કરીઓ કરવી, કોઈની આજીવિકા તોડવી, ઈષ્યપૂર્વક કેની પણ પારકી નિંદા કરવી, શિકાર કરવ, કોઈના ઉપર બળાત્કાર કરવ-ઈજજત પાડવી, જુગાર રમત કરવી, દારૂ-મદિરા-માંસ વિગેરે અભક્ષ્યનું ભક્ષણ કરવું અને જરૂરીયાત કરતાં અધિક લોભ કરવો, શેખ કે મોટાઈના કારણે આરંભ સમારંભનાં-પાપનાં પર જીવોને પીડવાનાં કાર્યો કે ધંધા કરવા ઈત્યાદિક અનાર્ય કાર્યો માણસાઈવાળો માણસ કદિ પણ ન કરે. કારણ કેનિર્દય, લોભી કે એકાંત અધર્મી માણસનાં એ કામ છે.
કષ્ટમાં આવી પડેલાં કે મરતાં પ્રાણીઓને દયા લાવી જે રીતે બચાવાય તે રીતે બચાવવાં. દીન-દુ:ખી-નિરાધારને આશરો આપવો. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, ટાઢ કરતાને વસ્ત્ર, રોગીને ઔષધ, રખડતાને રહેવા સ્થાન જગ્યા અને નિર્ધનને ધન વિગેરેની સહાયતા કરવી. અભણ સ્ત્રી-પુરુષ નાનાંમાટીને વિદ્યા-જ્ઞાન પ્રાપ્ત થવાનાં સાધનો કરી આપવાં. દરેક પ્રકારનાં વ્યસનોથી પોતે બચવું અને બીજાને બચાવવાં. ઉન્માર્ગે ચડેલ્મને સન્માર્ગે ચળવવા. બાળક-બાળકોને સારા સંસ્કાર રેડવા. અર્થાત જે કાર્યોથી પોતાના આત્માને પુણ્ય-હિત વિગેરે લાભ થાય અને અનેક આત્માઓને શાંતિ તથા જ્ઞાન-પ્રાપ્તિ થાય અને તેમની ચડતી તેમજ વળી સદગતિ થાય તેવાં કાર્યો એ આર્ય કાર્યો કહેવાય. દયા અને સદબુદ્ધિપૂર્વક તેવાં આર્ય કાર્યો કરવાં.
પિતાના ક્ષણિક સુખ માટે બીજી તરફ નિર્દયતા ન વાપરવી કારણ કે બધા જીવોને આપણી માફક સુખનીજ ઈચ્છા હોય છે. આપણે કોઈને મદદ કરી હોય તો આપણને પણ સંકટના સમયે મદદ આપનાર મળી જાય. બીજનું દુ:ખ ટાળવાની શકિત ન હોય તે હરકત નહિ, પરંતુ કોઈને દુ:ખ તો ન જ આપવું, એ દયાળુ આર્ય માણસનું કર્તવ્ય છે. દયાળ મનુષ્યને નિરોગી શરીર અને દીર્ધાયુખ મળે છે. અને ધર્મને લાયક બની શકે છે. માટે દયા દિલમાં રાખીને આર્મ-ઉત્તમ પરોપકારનાં કાર્યો હાં કરવાં એ નીતિમાર્ગાનસારીને ૩૧ મો ગુણ જાણવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com