________________
મેલ ત્રાશયા
મતિર્યંત બુદ્ધિશાળી માણસે લજજા કર્યાં અને કેવી રીતે કરવી? કે ન કરવી? તેને વિચાર કરવા જોઈએ. ખાવાની શરમ કરતાં ભૂખ્યા રહેવું પડે. ઝાડો-પેશાબ દૂર કરવાનિવારણ કરવાની શરમથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય. પૂજ્ય વર્ગના વિનય કરવાની શરમથી તેમના અવિશ્વાસી થવાય. તેમ થતાં વ્યવહારમાં ધનાદિક સંબંધી લાભ મળતા અટકે અને પૂજય પુરૂષોની દ્રષ્ટિએ અભિમાની, અવિવેકી કે ઉદ્ધત ગણાવાનો સમય આવે.
૧૦૩
ધર્મગુરૂ પાસે જવાની શરમથી આપણા આત્માના ભલા માટે હિતેાપદેશ કે ધર્મોપદેશ સાંભળવાના પ્રસંગ ન આવે અને તેથી આપણા આત્માને કલ્યાણ માર્ગ સદાને માટે બંધ થઈ જાય. રોગને છૂપાવવાથી તે રોગ ઉડાં મૂળ ઘાલે અને છેવટ રોગ અસાધ્ય થઈ જતાં પ્રાણ છેડવાના પ્રસંગ આવે. યોગ્યપૂજ્ય ગુરૂઆદિક પાસે પેાતાનાં પાપ છૂપાવવાથી આપણા દુગુમાં વધારો થાય અને સદગુણા ઘટવા પામે. સાચી સલાહ ન મળે. પાપ નિવારણ પ્રાયશ્રિતાદિક ઉપાયો તેઓ તરફથી મળવા ન પામે. માટે યોગ્ય કામમાં શરમલજ્જ રાખવાની જરૂર નથી.
દેવ ગુરૂના દર્શન કરવામાં લાજ ન કરાય. ધર્મક્રિયા કરવામાં લગ્ન ન થવી જોઈએ. સેવા-ભકિત વૈયાવચ્ચ કરવામાં ને પરોપકાર કરવામાં, દેશ સેવા કરવામાં, શ્રીમાન છતાં પરોપકાર માટે યાચવામાં, સાચું કહેવામાં, મેટી ઉંમરે વિદ્યાભ્યાસ કરવામાં શરમ કરવી ન પરવડે.
‘મરૂ પણ માગું નહિ, અપને તનકે કાજ, પરમારથ કે કારણે, માંગત ના'વે લાજ,
પોતાનું કે પારકું ભલું થાય તેવાં કાર્યોમાં લજ્જાને દૂર રાખવી. પરંતુ જેથી પોતાના કે બીજાના આત્માને અહિત-નુકશાન થાય, રાજા દડે કે લોકો ભૂંડે તેવાં કાર્યો-ચારી, વ્યભિચાર, જુગાર, હિંસા, ઈર્ષ્યા, નિંદા અને કજીયા કલેશ-ક કાશ વિગેરેમાં અવશ્ય લજમાન થવું જેઈએ. એ નીતિ માર્ગાનુસારી-માણસાઈના ૩૦ બાલ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com