________________
૧૦૨
બોલ ત્રીશ
થાય તો તેને મનમાં જ દબાવી દે. કોઈ અનિવાર્ય કારણથી ખરાબ કામમાં પ્રવૃત્તિ કરે પણ ખચે છતાં તેવી નિર્લજજતા વાળી બેહદ ખરાબ પ્રવૃત્તિ તો ન જ કરે. સંકેચાતા મને તેવી પ્રવૃત્તિ કરીને તત્કાળજ તેનાથી પાછો હટે. ‘તમારા જેવા સાચ માણસ આવું કામ કરે તે શું વ્યાજબી ગણાય? આટલી ટકોર તે લજાવાન માણસને મરણથી પણ અધિક થઈ પડે.
શરીરની મર્યાદા જાળવવા માણસ કપડાં પહેરે છે. તે કપડાં જાડાં હોય તો અંગ ઢંગાય-મર્યાદા જળવાય, પરંતુ તે અંગ દેખાય તેવાં ઝીણાં દેખાવમાં ભભકાવાળાં હોય તે મર્યાદા જળવાય નહિ. મર્યાદા જાળવવાનો હેતુ ન જળવાય તો એ કપડાં પહેરવાં માત્ર શોભા માટેજ છે એમ કહી શકાય. ત્યાં લજાને સ્થાન નથી. કુલીનત્ય ન હોય ત્યાં લજજ ન હોય. લજજા ન હોય ત્યાં શિયળ પણ કયાં સચવાય?.
નિર્લજજ મનુષ્ય પશુ કરતાં પણ હલકો છે. કારણકે પશુઓને તે મૂળથી અશાન દશા છે. કર્તવ્ય અકર્તવ્ય સંબંધી વિચારશકિત હોતી જ નથી. જયારે મનુષ્યને વિચાર શકિત સારાસારને વિવેક છે છતાં નિર્લજ પ્રવૃત્તિ કરે તે તેની દુનિયામાં આબરૂ રહેતી નથી. અકાર્યમાં પ્રવૃત્તિવાળો હોવાથી આ ભવ અને આવતો ભવ સુખરૂપ નીવડતો નથી. માટે અનેક સદગુણ પ્રાપ્તિની ખાણ સમાન લજજ ગુણને હે ભવ્યાત્માઓ! ધારણ કરો.
લજા ગુણ પુરૂષ અને સ્ત્રીઓનો અમૂલ્ય અલંકાર-શણગાર છે. લજા હોય ત્યાં કુલીનતા હોય અને કુલીનતા હોય ત્યાં દયા પણ આવે છે.
અને દયાળ માણસ દાન કરી શકે છે. લજજા હોય તો શિયળ પાળી શકાય. લજા હોય તે વચન વિચારીને બોલાય, કજીઓ-કલેશ ન થાય, અપશબદગાળ ગંધ ન બોલાય પરંતુ કાર્ય પૂરતું જ બોલાય.
દુર્ગણામાં સપડાઈ અધ:સ્થિતિએ પહોંચેલ માણસ પણ લજપથી પાછો સુધરી શકે છે. માટે લજા-મર્યાદાથી બોલવું, ચાલવું અને કામકાજ કરવું. લજા વગરનો દુર્ગણી માણસ કોઈપણ ઉપાય સુધરી શકતો નથી. ઉજજ ન હોય તે મનુષ્ય પશુ ચરખ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com