________________
૧૦૦
બેલ ઓગણત્રીશ
પૂર્વકાળમાં ભામાશાહ, જગડુશાહ, શિવાજી, મહારાણા પ્રતાપ, લોકમાન્ય તિલક, દાદા નવરોજજી, ગાંધીજી વિગેરે કર્મયોગી પુરૂષો જનસમાજનું હિત કરી લોકપ્રિય થયા અને વર્તમાનકાળે પંડિત જવાહરલાલ નહેરૂ અને વલ્લભભાઈ પટેલ વિગેરે લોકહિત માટે તનતોડ મહેનત કરી લકમ મેળવી રહ્યા છે. એથી ઉલટા દુર્ગુણ-
વસ્વભાવ, અસત્ય વચન, નિર્દયતા, કઠોરતા, અશુદ્ધ દાનત, લંપટપણું, લોભ-કંજુસાઈ, અવિનય, ક્રોધ, અહંકાર, કપટ ઈર્ષ્યા, અને નિદા વિગેરે ધરાવનાર લોકોમાં અપ્રિય થાય છે. પોતે દુનિયામાં નિંદાપાત્ર બને છે તેમજ પોતાના જાતિ, કુળ, કુટુંબ, ગુરૂ અને ધર્મ વિગેરેને નિંદાવે છે.
વિનય-નમ્રતા ગુણથી માણસ સર્વને પ્રિય થાય છે. ગુરૂઆદિક ગુણી પુરૂષોને વિનય કરવો. એટલે નમસ્કાર કરવા, બહારથી આવતા જોઈ ઉઠીને ઉભા થવું, સામા જવું, આવે-પધારો કહી સત્કાર કરવો, બેસવા આસન આપવું, જોઈતી વસ્તુ લાવી આપવી, તેમણે બતાવેલું કાર્ય કરી આપવું, તેમની પાસે સભ્યતાથી બેસવું-બોલવું, મધુર વચન બોલવું, દરેકને બે નામે બોલાવવા, કયાં પધાર્યા હતા? કયાં પધારશો? કેમ, મારા જેવું કંઈ કામકાજ છે.” હોય તે કૃપા કરીને ફરમાવો. ઈત્યાદિ વિનય કહેવાય છે.
વિનયથી ગુણની વૃદ્ધિ થાય છે. લોકોની લાગણી વધે છે અને ધારેલું કાર્ય નિર્વિને પાર પહોંચે છે. લક્ષ્મીની વૃદ્ધિ અને સુખના સાધનોની સુલભતા થાય છે.
એટલું ધ્યાન રાખવું જોઈએ કે ખોટું બોલીને પિતાને સ્વાર્થ સાધવા માટે કોઈની ખાટી ખુશામત કરવી નહિ કારણ કે એમાં સરળતા ન હોવાથી પોતાને સ્વાર્થ ન સધાય એટલે વિનય-નમ્રતા ચાલ્યાં જાય છે અને લોકોમાં અપ્રિય થવાને સમય આવે છે. માટે આવા સદગુણોને ધરનાર માણસ સહુને વહાલો લાગે છે. એ માર્ગાનુસારીને ૨૯ મો ગુણ જાણવો. *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com