________________
એલ બત્રીશ
૧૦૭
મારું પોતાનું હિત સમાયેલું છે. મારા દેશ બતાવી મને સુધારવા ઈચ્છે છે. ફરીથી દો ન સેવાય તેના માટે ચેતવણી આપે છે. અથવા પોતાની ભૂલ ન હેય ને સામો માણસ ઠપકો આપતા હોય તો વિચારવું કે એમાં એને દોષ નથી. મહારાં પૂર્વનાં કરેલાં અશુભ કર્મોનું પરિણામ છે, એમ ધારી પોતાના સ્વભાવ શાંત રાખવો. ક્રોધી, ઈર્ષાળુ કે અભિમાની ન થવું.
કોઈ વખતે કોઈના હાથે કંઈ નુકશાન થાય-હાથમાંની વસ્તુ પડી જતાં ઢોળાઈ જાય કે તૂટી જાય ત્યારે એકદમ ક્રોધી બની સામાને મારવાથી, ગાળે આપવાથી, કજીયો કરવાથી કે ધમાલ કરવાથી થયું ન થયું થતું નથી. ટુટી ગયેલી વસ્તુ સાજી થતી નથી. ઢોળાઈ ગયેલી વસ્તુ પાછી હાથમાં આવતી નથી. બગડેલી બાજી પાછી સુધરતી નથી. માટે બગાડ કરનારને હસતે હેરે સાવચેતી આપવી કે “ભાઈ હરકત નહિ, થયું તે થયું. ફરીથી આમ બગાડ કે નુકશાન ન થાય તેમ સાચવી રાખવી. આવા મીઠા શબ્દ, હસતે હેરે કહેવાથી સામાને વડવા, ગાળો દેવા કે મારવા કરતાં પણ વધારે ઉંડી અને મજબૂત અસર થાય છે અને ફરીથી તે સાવચેત રહે છે. કહેવા કહેવામાં કેટલો ફેર છે? કઠોર શષ્ય કહેવાથી સામાને અત્યંત દુ:ખ થાય છે. છતાં તેનું પરિણામ સારું આવતું નથી. જયારે મીઠા શબ્દોની અસર સારી થાય છે.
શાંત સ્વભાવવાળો હાથી મોટા પરિવાર સહિત આનંદથી રહી શકે છે. જ્યારે કુર સ્વભાવવાળા સિંહ કે સર્પ એકલાજ રહે છે અને તેઓ કોઈને 1 ભલે દુ:ખ ન આપે છતાં તેમનો કોઈ વિશ્વાસ કરતું નથી.
વૃક્ષના મૂળમાં કે પોલાણમાં અગ્નિ સળગતો હોય તે તે વૃક-ઝાડ નવ૫લ્લવ માંથી બને? તેમ જેના હૃદયમાં જોધ૫ અગ્નિ સળગતો હોય તેના ચહેરા ઉપર શીતળતા-શાંતિ કયાંથી હોય? અંદર શીતળતા હોય તેજ બહાર પણ ચહેરા ઉપર શાંતિ હેય. શાંત પ્રકૃતિ એ કાંઈ ઉપર ઉપરનો ઢોંગ કે દેખાવ નથી હોત. કારણકે તેવો દેખાવ લાંબો વખત ટકી શકતા નથી. માટે પોતાને અને પરને અત્યંત લાભદાય*શાંતિકારક એવે શાંત અને આનંદી સ્વભાવ રાખવો એ માણસાઈ છે. એ નીતિધર્માનુસારીને ૩૨ મો ગુણ કહો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com