________________
બાલ એકવીસમો
ગમે તેવા સત્તાધારી, બળવાન છતાં અનીતિના માર્ગે જનાર પુરૂષની રેડમા દબાઈ તેને પક્ષ ન કરવો. ગુણવાનના પક્ષમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી તન, મન, ધનથી તેની પૂરતી સેવા સ્વિકારવી તેનો પક્ષ પ્રારતે પાર ન છોડવો. રાવણના પક્ષને છોડનાર અને રામચંદ્રજીનો પક્ષ સ્વિકારનાર બિભીષણની પેઠે યશસ્વી, ન્યાયી અને સુખી થવા સદગુ કે સદગુણીના ૫મમાં રહેવું.
સદગુણી પુરૂષો પાણીની ટાંકી સમાન છે. સદગુણ એ પાણી રુપે છે. ગુણ ગ્રહણ કરવા ૫ નળ છે. નળ દ્વારા ટાંકીમાંથી પાણી ખેંચી માણસે પોતાનું કાર્ય પીવાનું, નહાવા ધોવા વિગેરેની સફળ કરે છે. તેમ સદગુણી પુરૂષોમાંથી ગુણગ્રહી બની સદગુણો લેવાથી અને તેની પ્રશંસા કરવાથી પોતે તેમજ બીજા સદગુણી બને છે. ગમે તેટલા ગુણો લેવા છતાં ટિાંકીમાંથી પાણી ખેંચતાં પાણી ઘટતું જાય છે અને ટાંકી ખાલી પાણથઈ જાય છે. પરંતુ સદગુણી પુરૂષમાંથી ગુણ ઘટતા નથી પણ વધે છે. એક દિવામાંથી અનેક પ્રગટાવીએ છતાં મૂળ દીવાનું તેજ જરા પણ ઘટતું નથી. તેમ સદગુણી પુરૂષમાંથી ગમે તેટલા ગુણો લઈએછતાં તેના ગુણેમાં જરા પણ ઘટાડો થતો નથી. માટે સૌજન સજજનતા કે સદગુણો અને સદગુણી પુરૂષના પક્ષમાં રહેવું એ માણસાઈને ૨૧ મો ગુણ જાણવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com