________________
ના
બાલ છઠવી
બોલ છવીશમે
દીર્વાદશી થવું વિશાળ દરષ્ટિએ પૂર્વાપર વિચાર જે.”
પશુ કરતાં મનુષ્ય ઉંચે છે. પશુમાં વિચારશકિત ઓછી હોય છે. જ્યારે મનુષ્યને બુદ્ધિ વિશેષ મળી છે. બુદ્ધિથી સારાસારનો વિચાર કરી શકે છે. વિચાર વગરનો માણસ મંદ બુદ્ધિવાળા હાઈ પશુનૂલ્ય ગણાય છે. લાંબી નજર પહોંચાડી, આગળપાછળને વિચાર કરી, સારાસાર સમજી, કર્તવ્ય) જેિ કાળે જે કાર્ય કરવાયોગ્ય હોય તે કરી અકર્તવ્યપિરિણામે હાની કરનાર કાર્યને છોડી, નીતિ અને ધર્મને ધક્કો ન લાગે તેવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવને વિચાર કરી વર્તનાર માણસ વિવેકી ગણાય છે.
તેનામાં માણસાઈ હોય છે તેથી તેનામાં સદગૂણેની વૃદ્ધિ થાય છે. તેની થશ: કીર્તિ ફેલાય છે. તે પંચમાં પૂછાય છે ને લોકમાં પૂજાય છે. તેમજ પિતાને અને પરનો ઉદ્ધાર કરી શકે છે. તેવો માણસ દીર્ઘદ્રષ્ટિવાળો ગણાય છે. એનાથી ઉલટી રીતે વર્તનાર ટુંક બુદ્ધિ વાળો અને અપયશીઓ ગણાય છે.
શરીર બળ, મનોબળ આત્મબળ, સમય અને સંયોગે વિગેરેને આગળ-પાછળને વિચાર કર્યા વગર ઉતાવળે કાર્ય કરનાર પાછો પડે છે. આગ લાગ્યા પછી ક ખેદાન્ચે વળે? “કણબી કતીસરે ડાહ્યો થાય એ ન્યાયે “આમ કર્યું હોત તો ઠીક થાત” એમ વિચારવાથી કે પછી કળાવતીના કર છેદાવનાર શંખરાજાની પેઠે પાછળથી પશ્ચાતાપ કરવાથી શું વળે? માટે પ્રથમથી દીર્ઘદ્રષ્ટિ રાખી પાણી પહેલાં પાળ બાંધનાર, પરિણામ વિચારી કાર્ય કરનાર માણસ યશ કીર્તિ, સુખ અને સંપત્તિ મેળવી શકે અને તે માણસાઈવાળો ગણાય છે.
-
- -
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com