________________
૮૮
બેલ ત્રેવીશા
પોતાના સ્વાર્થ સાધવા અને પરના ઘર ભાંગવાની રુચિવાળા લોકો જે માણસ સાધારણ નબળી શકિત કે સ્થિતિવાળો હોય તેની પાસેથી પણ શરમાવીને, ખોટો ટેકો આપીને, વખાણ કરીને કે દબાણ કરીને ગજા ઉપરાંત કામ કરાવે પરિણામે લોકોની આવી પ્રેરણાથી કામ કરનાર માણસ ‘ગજ પ્રમાણે માન કરતાં ગજા ઉપરાંત કામ કર્યા પછી કે કામ કરતાં આપત્તિમાં આવી પડે, તન મન કે ધનથી ખુવાર થાય અને લાજ જવાનો વખત આવે ત્યારે પ્રેરણા કરનાર ઉધે રસ્તે દોરનાર માણસોની મદદ માંગે એટલે તે લોકો તળાવની પાળે જઈ બેસી જાય, ગણકારે નહિ, ગમે તે બહાનું કાઢી છૂટી જાય.
| માટે તેવા લોકોને ભરોસે ન રહેવું. શરીરબળ, મનોબળ, આત્મબળ, અને ધનબળા વિગેરે પોતાની શકિત, સંયોગ, સાધન અને સમય વિચારીને જે માણસ મૃગાવતી રાણીની પેઠે ડહાપણથી કામ કરે તેને પાછળથી પશ્ચાતાપ કરવો ન પડે.
તેમજ પારમાર્થિક કાર્યો કરવાની પોતાની શારીરિક, માનસિક, આધ્યાત્મિક કે આર્થિક શકિત હોય તો તે ગોપવવી નહિ. સાધન અને સંયોગો વિગેરે અનુકૂળ હોવા છતાં પણ ડાહ્યા, પરોપકારી માણસની સલાહ લઈને પરોપકારનાં કામો કરવામાં પાછી પાની ન કરે તે માણસ માણસાઈવાળા ગણાય. એ માર્ગાનુસારીને ૨૩ મો બોલ કહ્યો.
1 ચંડપ્રદ્યોતન રાજાએ કૌશાંબી નગરીને ઘેરી લીધી. શતાનીક રાજા મૃત્યુ પામેલા. લંપટ એવા રાંડપ્રદ્યોતના સકંજામાં સપડાયેલાં મૃગાવતી રાણીએ ડહાપણથી પોતાની શકિત વિચારી કામ લીધું કે જેથી પોતાનું શિયળ બચાવ્યું, પુત્રને રાજય મળ્યું અને રાજા રાંડપ્રદ્યોતન મહાવીર, પ્રભુનો ઉપદેશ સાંભળી, મૃગાવતી રાણીને પોતાની ધર્મની બહેન ગણીને ચાલ્યો ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com