________________
૩૬
બેલ પાંચ
વિષ પરિચય છે અને પોતાનો દેશાચાર કે કુલાચાર છોડી માણસાઈને ગુણ ખોઈ બેઠા. અન્ય દેશના ખાનપાન, પથાક અને પરદેશી ચીજો ચા, સિગારેટ, દવાઓ, ખાંડાકર વિગેરેના વપરાશથી દેશભ્રષ્ટ, દેહભ્રષ્ટ, શાતિભ્રષ્ટ, ચિત્તભ્રષ્ટ અને કુળ તેમજ ધર્મ ભ્રષ્ટ પણ થયા.
પૂર્વકાળમાં એમનાજ વડિલો દેશમાં જ રહી ઉદ્યમ કરતા અને શાંતિ અનુભવતા. સાદુ ખાતાં, ડું પહેરતાં ખૂબ અંગમહેનત કરતા અને કંઈને કંઈ ઉદ્યમમાં રચ્યાપચ્યા રહેતા-નવરા ન બેસતા. તેથી તેમને રોગ ઓછા
પ્તા તેઓમાં કયાકલેશ ઓછા હતા. તેઓ દયા, દાન, નાલગમર્યાદા સંપ, સાદાઈ અને પરગજુપણું વિગેરે માણસાઈના ઉચા ગુ ધરાવતા અને દેવ, ગુરૂની સાચી ભકિતપૂર્વક સાચા ધર્મનિષ્ટ હતા. એ બધું પ્રતાપ દેશાચાર કે કુલાચારનો છે.
વર્તમાનકાળે પણ ગાંધીજી જેવા મહાપુરૂષો યુરોપ વિગેરેની મુસાફરીમાં કે યુરોપિયન વિગેરે લોકોની મુલાકાતમાં પણ પોતાનો દેશાચાર કે શિષ્ટાચાર પોતે છોડતા ન હતા, તેમજ બીજાઓને દેશાચાર પ્રમાણે સાદાઈથી વર્તવાને ઉપદેશ આપતા. પિતે આનંદ અનુભવતા અને બીજાઓને સુખી બનાવતા.
ત્યારે આજ કાલ લોકોએ દેશાચાર ને કુળાચાર છોડય. પરદેશ ખેડશે. ભાગ્ય અનુસાર બે પૈસા મેળવ્યા. ખર્ચ-વ્યવહારો વધાર્યા. મોટા ભા બનવા, દેખાદેખી, નાક વધારવા, ખોટે રસ્તે, બિનજરૂરી, ધામધૂમ કરી ખૂબ પૈસો વાપરતા થયા. પરંતુ લજજ-મર્યાદાસંપ, સાદાઈ, વિવેક, વિનય-નમ્રતા, ગુપ્તદાન દયા અને પરોપકાર વિગેરે માણસાઈને લગતા ગુણો ગુમાવ્યા
આજે વ્યસનો વધ્યાં. શરીરની ટાપટીપ વધી. વિલાસિતા અને જપાનીઝ ભપકે વળે. રોગ વધ્યા. હુંસાતુંસી અભિમાન, તોછડાઈ, કરાકટ, વેરઝેર, કૂડકપટ અને હાયવોય વિગેરે દુર્ગણો વધ્યા જેના પરિણામે લડાઈ અને તેને લઈને મોંઘવારી અને મોંઘવારીને લઈને ભૂખમરો વકો ધર્મ, નીતિ કે ન્યાય વિગેરે સુખના ભાગેને દેશવટો અપાશે. આ બંધે આપ દેશચાર અને કુલાચાર છોડવાનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com