________________
છેલ છો
:
Prit
એ નિંદાને મીઠા (લવણ)ની ઉપમા આપેલ છે. મીઠું જે ઠામમાં વધારે વખત રહે તે હામને ખાઈ જાય છે. તેમ નિંદા પણ જે મનુષ્યના હૃદયમાં પેઠી તેના પુણ્યનો ખજાનો જલ્દી ખૂટી પડે છે અને પુરુષ ખલાસ થયાં એટલે દુ:ખનાં વાદળ તે નિંદા કરનારને ઘેરી વળે છે. આંખમાં આંસુ રેડવાને વખત આવે છે અને પાયમાલ થઈ જાય છે.
શાસ્ત્રમાં કહ્યા મુજબ સાધુપણું યથાર્થ પાળનાર સાધુ પણ જો પારકી નિંદા કરવા માંડે છે તો તે સાધુપણાથી ભ્રષ્ટ થાય છે. તો પછી બીજો કોણ બચી શકે? માટે બીજાના દોષ નિરખવા કરતાં પોતાના દોષે તપાસવા. અવગુણગ્રાહી ન થતાં શ્રીકૃષ્ણ જેમ કુતરાની બત્રીશી વખાણી [ગુણ લીધો] તેમ ગુણગ્રહી બનવું.
નિંદા કરનાર માણસને વિશ્વાસ કોઈ પણ કરે નહિ. જેની નિંદા કરી હોય તે માણસ જે સાંભળે તો કજી કરે અને વેરઝેર વધે. સાધુ-સંતની નિંદા કરતાં ચીકણાં કર્મ બંધાય. તેમજ રાજ વિગેરે સત્તાધારીની નિંદા કરતાં દંડ વિગેરે શિક્ષા ભેગવવી પડે. લોકમાં અપકીર્તિ થાય. કરેલ તપ-૫ વિગેરે ધર્મકરણી નિષ્ફળ જાય.
અવગુણ ગ્રહણ કરનાર અવગુણી બને છે અને ગુણ ગ્રહણ કરનાર સદગુણી બને છે. પારકી નિંદા કરનાર પોતે પણ નિંદાપાત્ર બને છે અને પરભવમાં નીચ કુળમાં જન્મ લેવો પડે છે. પોતાની પ્રશંસા, પારકી નિંદા, ગુણી પુરુષોની ઈર્ષા અને સંબંધ વિના જેમ તેમ લવારો કરવાથી મનુષ્ય પોતે પોતાના પાપે હેઠો પડે છે.
દુર્જન, અકુલિ (હવા કૂળવાળા) અને ઓછી બુદ્ધિવાળાને જ પારકી નિંદા કરવી ગમે છે. જયારે સજજન માણસે જેને દોષ હોય તેને ખુલ્લા શબ્દોમાં ખરૂ કહી આપે છે, પણ પુંક પાછળ બીજ પાસે તેનું વાંકું બોલતા નથી. પોતાના અવગુણ શોધે છે અને બીજમાંથી અવગુણ છોડી ગુણ ગ્રહણ કરે છે, કે જેથી પોતે સદગુણી બની આત્મસાધના કરી શકે છે. માટે સુખની ઈચ્છા કરનાર માણસે કોઈની નિંદા ન કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com