________________
*-
- - -
-
-
૭૬
બાલ અઢાર
સાથે પરમાર્થ, સ્વહિત સાથે પર હિત, છતી શકિતએ બને તેટલો ત્યાગ અને ઉચ્ચ પરિણામની આરાધના કરવી. દયા, સત્ય, શુદ્ધ દાનત, પવિત્ર વૃત્તિ, સંતોષ, ઉદારતા, સહનશીલતા, ગુણગ્રાહીપણું, વિનય-નમ્રતા, અને સરળતા આદિ ગુણો કેળવવા. જીવન નીતિમય અને પ્રમાણિક બનાવવું. સત્સમાગમ, થાશ્રવણ, પ્રભુસ્મરણ, સમજણપૂર્વક સ્વધર્માનુષ્ઠાન અને અભેદ ભાવે સર્વ પ્રાણિયોની સેવા કરવી. એ શ્રેષ્ઠ ગૃહસ્થ ધર્મ છે.
૨. વિષય વિકારાદિક સર્વ વાસનાઓ છૂટે અને આત્મસાધનાની તીવ્ર લગની લાગે ત્યારે કંચન, કામિની, ઘરબાર અને કુટુંબ-પરિવારને સર્વથા ત્યાગ કરી, સદગુરૂને શરણે જઈ, શાસ્ત્રાભ્યાસ કરી, શાન ગભિત વૈરાગ્યપૂર્વક સાધુ વેષ સ્વીકારી, તપ જપ સહિત આત્મસાધનામાં મચ્યા રહેવું અને અજ્ઞાનઅબૂઝ જીવોને સદબોધ આપી સદ્ધર્મના માર્ગે ચડાવવા તે ત્યાગ ધર્મ-મુનિધર્મ છે.
એ પ્રમાણે ધર્મનું સ્વરુપ પાણી, શ્રદ્ધાપૂર્વક, યથાશકિત, ધર્મનું આચરણ કરવું એ માનવીની પહેલી ફરજ છે. એ અર્થ અને કામને આધારભૂત એવો ત્રણ વર્ગ માંહેલો ધર્મ નામનો પહેલો વર્ગ વર્ણવી બતાવ્યો.
અર્થ એટલે ધન-પૈસો. ગૃહસ્થાશ્રમમાં રહેલા માણસને ધન વગર ચાલતું નથી. ધન હોય તે કુટુંબનું પોષણ તથા વ્યાવહારિક ધાર્મિક કાર્યોદાન-પુણ્ય વિગેરે કરી શકાય. ગૃહસ્થાશ્રમી નિર્ધન હોય તો ઉપરોકત કોઈ પણ કાર્ય કરી શકતો નથી. આધિ, વ્યાધિ ને ઉપાધિમાં જીવન વ્યતીત થઈ જય અને કર્મબંધન કરી દુર્ગતિમાં ચાલ્યો જાય. માટે માર્ગાનુસારીના પહેલા બોલમાં કહ્યા પ્રમાણે ન્યાય-નીતિ અને સત્ય પૂર્વક ધન મેળવવું એ માણસાઈ છે. એવું ધન એ સુરી માયા ગણાય છે. આવી માયાવાળાની બુદ્ધિ નિર્મળ રહે છે. ધર્મનાં કાર્યોમાં ધન વાપરવાની રૂચિ થાય છે. જ્યારે અનીતિઅન્યાય ને કડકપટથી મેળવેલ ધન એ આસુરી માયા કહેવાય છે. એવી માયાવાળાની બુદ્ધિભ્રષ્ટ થાય છે. ધર્મકાર્યોમાં ધન વાપરવાની રૂચિ ન થાય. તેના ધનને દુરૂપયોગ થાય. વેશ્યા, વકીલ, જુગાર, નાટક-સીનેમા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com