________________
બાલ અઢાર
૭૯
hi
વગરસમયે લોભ-નૃણા, વિલાસિતા કે આવેશને લઈ કોઈ પણ કાર્યમાં ધિર્મમાં, ધનમાં કે કામ ભેગાદિકમાં મચ્યા રહેવું-આગળ પાછળનો વિચાર ન કરો એ નરી મૂર્ખતા છે. ત્યાં માણસાઈની તો વાત જ શી?
રાત્રિના બે પહોર [પહેલો અને છેલ્લે પહોરઅને દિવસના મધ્યાન્હ સમયના બે ક્લાક એ આઠ કલાક ધર્મકિયા-શાનધ્યાન, તપ, જપ, ત્યાગ વિગેરેમાં ગાળવા. દિવસના આઠ કલાક ઉપરાંત વિશેષ સમય ધન ક્લાવામાંવ્યાપારાદિ કાર્યમાં ન ગાળવો અને ખાવું-પીવું ને સૂવું વિગેરે શરીર સંબંધી પ્રવૃત્તિમાં પણ આઠ કલાWી વધારે વખત ગુમાવે નહિ. આ પ્રમાણે વર્તવાથી ત્રણ વર્ગો સમાન રીતે સાધી શકાય. ત્રણે વર્ગો ધિર્મ, અર્થ ને કમ)ને સમાન રીતે એિબીજને પરસ્પર બાધ ન આવે તેવી રીતે સાધનાર માણસજ ખરો માણસાઈવાળો માણસ કહેવાય. આવો માણસ જ ખરો ગૃહસ્થાશ્રમી બની શકે છે.
આવી રીતે ત્રણ વર્ગની યથાર્થ સાધના ન કરનાર માણસની જીંદગી પશુની પેઠે નિષ્ફળ છે. તે સાચે ગૃહસ્થાશ્રમી નથી બની શકતો. સાચા ગૃહસ્થાશ્રમી થયા વગર ધર્મની આરાધના અને સ્વર્ગ કે મોક્ષની પ્રાલ્પિ પણ ક્યાંથી કરી શકે? માટે ત્રણે વર્ગોને અબાધિત પણે સંપૂર્ણ સાધવા માટે ખંતીલા થવું એ નીતિમાનુસારીને અઢરમો બોલ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com