________________
બોલ અઢાર
૭૫
પ્રગટાવનાર એવો ઉપદેશ આપનાર ઉપદેશક ગમે તે વેષ કે સંપ્રદાયવાળે હોય છતાં ગુણગ્રાહી બની તેને ધર્મોપદેશ સાંભળવાથી આત્માને લાભ થાય છે. સાવધાનપણે એક ચિત્તે સાંભળવાથી દેવ ગુરૂ, ધર્મની ઓળખાણ સાથે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમ ચિંતવવું તે ધર્મભાવના. એ બાર ભાવના ભાવવી.
ત્રણ મનોરથ ચિંતવવા. જેમ કે
(૧) આરંભ-પરિગ્રહ ઓછા કરું, સુપાત્રે દાન દઉં, સર્વધર્મીઓની સેવા-ભકિત કરૂં અને લીલાં વ્રત નિયમોમાં અતિચારાદિક દોષ ન લગાડું.
(૨) આરંભ-પરિગ્રહ સર્વથા છોડી શુદ્ધ અણગાર-ત્યાગી સાધુ થાઉં. અને
(૩) આયુષ્યના અંતે શરીર અશકત થતાં અનશન સંથારો અન્ન, પાણી પ્રમુખ ચાર પ્રકારના આહાર સર્વથા જીવું ત્યાં સુધી તજીને અઢાર પ્રકારના પાપ ઉત્પન્ન થવાનાં કારણો દૂર કરીને; ઘરબાર, કુટુંબ પરિવાર,
સ્થાવર જંગમ મિલ્કત અને શરીરનો મોહ છોડી; સર્વ જીવોને-કરેલા વૈરભાવ છોડી-ખમાવીને; અને છેવટ આયુષ્ય ટકે ત્યાં સુધી પ્રભુનું સ્મરણ કરતાં કરતાં સમાધિભાવે દેહ છટે તેવી દશા છે તે કરું. એવો અવસર ક્યારે આવે?. એ ત્રણ મનોરથ ચિતવવા.
વળી ક્યારે હું વિષય કષાયોને જીતું? તેમજ એવો અવસર ક્યારે આવે? કે સમભાવમય ધર્મની આરાધના કરી, ઉચ્ચ પરિણામની ધારા વધતાં સર્વ કર્મબંધનો તોડી હું પ્રભુસ્વરુપ બનું? ઈત્યાદિક ભાવનાઓ ભાવવી એ ચોથે ભાવ ધર્મ જાણવો.
બે પ્રકારનો ધર્મ. ગૃહસ્થ ધર્મ અને ત્યાગધર્મ.
૧. સર્વથા ત્યાગી સાધુ બનવાની શકિત વિકાસ પામી ન હોય તે ઉપર બતાવેલ ઘન શિયળ ત૫ અને ઉચ્ચ ભાવના રુપ ધર્મ સ્વીકાર. સ્વાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com