________________
૭
બાલ નવમે
" -1.'
5
બેલ નવમો
માતા-પિતાની સેવાભકિત કરવી
વિનયે માતા પિતાની કરવી સેવ જે.”
વિનયવિશે નમ્રતા રાખવી એ મહાન ગુણ છે. જેનું હૃદય આંટીઘુંટી વગરનું સરળ અને સીધું હોય તેનામાં નમ્રતા હોય. વિવેક સારાસારની સમજણપૂર્વકની જે નમ્રતા તેજ સાચો વિનય ગણાય. નમ્ર થવું-નમવું તે વિનય, પરંતુ નમવા નમવામાં ફેર છે.
નમે નમે મેં ફેર હૈ, બહોત નમે નાદાન; દગલબાજ દૂના નમે, ચિત્તા એર કમાન.
સામા માણસને છેતરવા, લૂંટવા કે મારવા માટે ચાર, ચિત્તા અને ધનુષ્યકામઠું વગેરે ખૂબ નમીને પોતાનું કાર્ય સાધે છે. એટલે એવી રીતે બીજાને છેતરવા, લૂંટવા પોતાનો સ્વાર્થ સાધવા કે ઠાર કરવા નમ્ર થવું, લાવા ટાવા કરવા કે મીઠું મીઠું બોલવું એ તો અવગુણપોષક આત્માને અધોગતિમાં લઈ જનાર અવિનય છે. જ્યારે નિ:સ્વાર્થતા, સરળતા અને વિવેકપૂર્વક નમવું એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com