________________
૬૦
ખેલ ચાદમે
તો કર્મબંધનનું કારણ હાવાથી શુરૂષા ન કહેવાય.
મનુષ્ય ભવ કેવા છે?, તેની કિંમત શી છે?, આ ભવ કેમ મળ્યો છે? અને શા માટે મળ્યો છે?, આ ભવમાં રહીને શું કરવાનું છે? અને તે સફળ કેમ થાય ? વિગેરે બાબતોના નિર્ણય બતાવનારાં-શાસ્ર સિદ્ધાંતો, સત્યપુરૂષોના ઉપદેશ કે સજજન પુરૂષોની સુશિક્ષા-સારી શિખામણ સાંભળવાની ઈચ્છા, એમાંજ રૂચિ અને આસકિત હોવી એજ સાચી શુરૂષા કહેવાય. એ બુદ્ધિના પહેલા ગુણ છે.
૨. ધર્મશ્રાવણ-[ સાંભળવું.] શબ્દોનું કાનમાં અથડાવું તે. પૂર્વકત અપશબ્દો-ગાળા વિગેરેનું સાંભળવું એ રાગદ્વે ષનું કારણ હોવાથી ખરૂ શ્રાવણ ન કહેવાય. પરંતુ જેનાથી આત્માની અવળાઈ અને નબળાઈ ટળે, દુર્ગુણા દૂર થાય, સત્યમાર્ગ સમજાય અને જેથી ઈચ્છિત આત્મિક સુખ મળે, એવા ધર્મનું સ્વરુપ સાંભળવું કે ધર્મના બોધ સાંભળવાના યોગ હોય તો દરરોજ સાંભળવા.
ધર્મના બાધ સાંભળવાથી સંસારની ઉપાધિથી કટાળેલા મગજને આરામ મળે છે. વસ્તુસ્વરુપ જાણી શકાય છે. જાણવાયાગ્ય વસ્તુને જાણ્યા પછી તજવાયોગ્ય [ વિષય કષાયાદિ] તજવાની ભાવના થાય અને આદરવાયોગય [શાન, ધ્યાન, તપ, ત્યાગ, સમતા, સંતાષ વિગેરે] આદરવાની ભાવના થાય આદરી શકાય. માટે ધર્મનું નિત્ય શ્રવણ અવશ્ય કરવું જોઈએ.
સંસાર વ્યવહારના સંબંધ સર્પ અને નાળીયા જેવા છે. નાળીયા જયાં નારવેલ હોય ત્યાં વસે છે. તારવેલ સુંઘવાથી ઝેર ઉતરી જાય છે. સર્પ સાથે નાળીયાને લડવાના પ્રસંગ આવે અને સાપ તેને ડ ંખ મારે, તેને ઝેર ચડે કે તરતજ નાળીઓ નારવેલ સુંઘે એટલે ઝેર ઉતરી જાય, પાછા લડે. છેવટ નારવેલની મદદથી સાપને મારવા માટે નાળીયા સમર્થ થાય છે.
એમ કરતાં
તેવીજ રીતે સંસારવ્યવહારમાં રહેલા મનુષ્યરુપ નાળીયાને સંસાર વ્યવહારના પ્રપંચપ સર્પનું કામ, ક્રોધ, મદ મેહ, અશાનાદિરુપ ઝેર ચડે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat