Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Author(s): Ratnachandra Muni
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 78
________________ માલ સત્તર કે બનાવીને પણ ખાય છે. મન ગમતી વસ્તુ મળે એટલે ખાઈને રાજી થાય છે. મનને આણગમતી વસ્તુ મળે તો ગ્લાની ઉપજે છે. બનાવનારને ગાળે વરસાવે ભાણું પછાડે અને મારકુટ શુદ્ધ કરી છૂટે છે. આવા પ્રકારની અમૂક વસ્તુ તો દરરોજ અમૂક વખત જરૂર જોઈએ. એના વગર ન ચાલે. ઈષ્ટ વસ્તુ ન મળે ત્યાં સુધી ચિત્ત તે વસ્તુમાંજ પડ્યું હોય. એના વગર અંગ ઢીલાં થઈ જાય. કંઈ કામ ન સૂઝે. માથું દુ:ખે. એવા બંધારણને વ્યસન કહેવાય છે. જે વસ્તુ શરીરને પુષ્ટ બનાવવાને બદલે નુકશાન કરે અને જેના વગર નજ ચાલે તે વ્યસન કહી શકાય. ચા, બીડી, સોપારી, પાનપટ્ટી કે બજર ફકવી વિગેરે અનેક પ્રકારનાં વ્યસનો છે. જેથી દ્રવ્ય પૈસાની હાની અને ભાવે શરીરની હાની તથા તેમાં આસકિત્ત હોવાથી કર્મબંધન વિગેરે નુકશાની થાય છે. વ્યસની માણસ પૈસા, શરીર કે કર્મબંધનની દરકાર નથી કરતે. નીરજ થઈને આસકિતપૂર્વક વ્યસને સેવ્યાજ કરે છે. પરિણામે શરીરમાં ભયંકર વ્યાધિ વિગેરે ઉપાધિ જગતાં પોતે અને સાથેનાઓ પાયમાલ થઈ જાય છે. શરીરમાં જડતા આવી જય છે. જીવન અકરૂં થઈ પડે છે અને દવાઓ લેવી પડે છે. મનવૃત્તિ બગડી જાય છે. સ્વભાવ ચીડીયો થઈ જાય છે અને વ્યવહારિક કે ધાર્મિક કર્યોમાં વિદન પડે છે. ધામિક નિયમો સાથે વૈદિક નિયમોને અત્યંત ગાઢ સંબંધ છે. માટે નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે શરીર એ પ્રથમ ધર્મનું સાધન છે. માટે સાદું ભજન સારી રીતે ચાવી ચાવીને એકરસ બનાવી ગળા હેઠે ઉતરે તો શરીરને ગુણકારી થાય. ભજન કરતાં કોધ, ચિંતા, ભય અથવા દુષ્ટ વિચારો અંત:કરણમાં ઉત્પન્ન થવાથી પૌષ્ટિક ખોરાક લેવા છતાં શરીર અને મનને શાંતિ કે પુત્ર કરતા થતું નથી, પરંતુ ઝેર રુપે પ્રગમે છે. (અવગુણકર્તા થાય છે.) ખૂબ ચાવવાથી કે મહેનતનું કામ કરવાથી લાગેલ થાક ઉતારી વિસામો લઈને પાણી પીવાથી કે ભૂજન કરવાથી શરીરમાં અવકિયા થતી નથી. પરંત વિસામો લીધા વગર તરત ખાવા-પીવાથી ઘણે ભાગે નુકશાન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148