________________
એાલ સાળમે
તાવ આવી જાય, ઝાડા કે ઉલટી થાય, ઝાડામાં-વાસરમાં તેમજ ઓડકારમાં ખરાબ ગંધ આવે અને પેટમાં દુ:ખાવો વિગેરે હરકત થાય. સર્વ રોગોનું મૂળ અજીર્ણ છે. મળ પ્રકોપ એ સર્વ રોગોનો ખાસ હેતુ છે અને મળ પ્રકોપન હેતુ અજીર્ણ છે. અજીર્ણ, બાદી કે બંધકોશ થયા વગર તાવ ન આવે.
૬૭
આવા અજીર્ણના સમયે પોતાના વૈદ્ય પેતેજ બનવું જોઈએ. અર્થાત સવારમાં ખુલ્લી હવામાં એકાદ માઈલ ફરવાથી, પરસેવો વળે ત્યાં સુધી કસરત કરવાથી, ગરમાગરમ પાણી પીવાથી, લાંબા ખેંચીને શ્વાસાગ્વાસ લેવાથી અને અનાજ ન લેવાથી-ઉપવાસ કરવાથી અજીર્ણ જલ્દી મટી જવા પામે છે.
મન ઉપર કાબુ રાખવા. ઘરના માણસા ખાવાના આગ્રહ કરે છત જ્યાં સુધી અપચા ન મટે, કોઠો સાફ ન થાય અને કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી અનાજ માત્ર અને ભારે કે વાયુકરતા ચીજ મોઢામાં ન નાખવી. અપચે થવા છતાં ખાવાનો મોહ ન છૂટતાં કંઈ પણ ખવાય છે તો અજીરણ વધે છેવધારે વખત ચાલે છે. અગ્નિમાં જેમ ઈન્ધન પડયા કરે ત્યાં સુધી સતેજ રહે છે તેમ અપચામાં ખાધા કરવાથી વધારે જોસ કરે છે મટતો નથી. બળતણ ન નાખતાં જેમ અગ્નિ ધીમે ધીમે ઓલવાઈ જાય છે તેમ ખારાક બંધ થતાં અપચા—અજીરણ પણ તરત મટી જાય છે. માટે જયારે જયારે અપચા થયે જણાય કે નવું ભાજન લેવાનું-ખાવાનું ડાહ્યો વિવેકી માણસ બંધ કરે છે. એથી પોતાને કે બીજાને ઉપાધિ-ચિંતા-પીડા વિગેરે ભાગવવી ન પડે અને દ્રવ્ય તથા ભાવે લાભ થાય. એ માર્ગાનુસારી-માણસાઈના સાળમે ગુણ—નિયમ સમજવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com