________________
બેલ ચીદ
ધાર્મિક ક્રિયાઓ હમેશાં પોતે કરવી અને બીજાઓને તે પ્રમાણે કરવાની પ્રેરણા કરવી–ઉપદેશ આપવો. એ બુદ્ધિને અનુષ્ઠાન નામનો આઠમો ગુણ જાણવો
ઉપર કહ્યા પ્રમાણે બુદ્ધિના આઠ ગુણોને અનુસરવારુપ માર્ગાનુસારીમાણસાઈના ૩૫ બેલ નિયમોમાંને આ પંદરમો ગુણ નિયમ કે બોલ છે. ઉડે વિચાર કરતાં ૩૪ બોલોને આધાર આ એકજ બોલ બુદ્ધિના આઠ ગુણો હૃદયમાં પ્રગટાવવા રુપ ઉપર રહેલો છે.
આ ગુણ એ માનવીના હૃદયમાં પ્રગટયો-વિકાસને પામ્યો ન હોય તે તે મંદ બુદ્ધિવાળો ગણાય.અને જયાં સુધી બુદ્ધિ મંદ હોય, વિચારશકિત ન હોય કે સારાસારના ભાનારુ૫ વિવેક ન હોય ત્યાં સુધી બીજા ૩૪ ગુણ પણ કયાંથી આવી શકે? માટે બુદ્ધિના આઠ ગુણોને ખીલવવાની-સતેજ કરવાની દરેક માણસે કોશિષ [શાસ્ત્રીય અભ્યાસ, શાસ્ત્રાવણ અને સત્સમાગમ દ્વારા અવશ્ય કરવી જોઈએ.
કારણ કે એ બુદ્ધિના ગુણો સહિત માર્ગનુસારીના ૩૫ ગુણની પ્રાપ્તિ થાય તો જ માણસમાં સાચી માણસાઈ આવી શકે. માણસાઈ વગરનો માણસ એ તે મનુષ્યના રુપમાં જનાવર કરતાં યે ઉતરતો ગણાય. માણસાઈ વગરનો માણસ ગૃહસ્થાશ્રમ વિગેરે આશ્રમોમાં શું સમજે? અને તે શી રીતે એ આશ્રમો વહન કરી શકે? માણસાઈ વગરના માણસમાં સમકિત, શ્રાવકપણું કે સાધુપણું પણ શી રીતે આવી શકે? અને છેવટમાં કર્મમુકિત પણ શી રીતે થાય?, નજ થાય.
માટે કર્મમુકિત અને ઈચ્છિત સુખની પ્રાન્મિ અર્થે માણસે માણસાઈ પ્રાત્પ કરવી જોઈએ. માણસાઈની પ્રાપ્તિ ૩૫ ગુણો-નિયમોથી થાય છે અને ૩૫ નિયમોને આધાર બુદ્ધિના આઠ ગુણ ઉપર છે. એટલે બુદ્ધિના આઠ ગુણે પૂર્ણ ખંત અને પ્રયાસથી વિકસાવવાની માણસમાત્રની પ્રથમ ફરજ છે. અને એમાંજ સર્વ કાર્યની સિદ્ધિ છે. એ આઠ ગુણો બુદ્ધિના ઉરમાં ધારવા ૫ માર્ગનુસારીને ચૌદમો ગુણ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com