________________
૫૮
ખાલ તેરા
જ્ઞાતિ, સ્થિતિ, વય, દેશ કે હોદો અને સાદીગમીના પ્રસંગો વિગેરેનો વિચાર કરી વેષ ધારણ કરનાર વિવેકી ગણાય છે.
શ્રીમંતાઈ હાવા છતાં ગરીબ કે ભીખારીની માફક મેલાં કે ફાટેલાં-તૂટેલાં કપડાં પહેરે તો લોકોમાં ક ંજૂસ તરીકે નિંદાય. તેમ બહુજ ઉદભટ વેષ [ઉપર બતાવ્યા મુજબ ] રાખે તો પણ નિદાને પાત્ર થાય. માટે બન્નેથી જાદો ત્રીજે સાદાઈના માર્ગ બધાને રૂચિકર અને પ્રશંસા પાત્ર છે. જાડાં ટકાઉ અને સાદાં તેમજ સ્વદેશમાં બનેલાં વસ્ત્રો પહેરવાથી શરીરની મર્યાદા બરાબર જળવાય અને ખર્ચ ઘટવા સાથે સાદાઈ કહી શકાય. રાજા, અમલદાર કે માસ્તરો વિગેરે હાદાધારી માણસા પોતાના મોભા પ્રમાણે વેષ ન રાખે તો તેની છાપ ન પડે. પેઢતાના દેશના વેષ છેડી બીજા દેશોનું અનુકરણ તો નિંદાપાત્ર બને.
સાદાઈ ત્યાં નમ્રતા-લઘુતા આવે છે. ‘લઘુતા [ નમ્રતા ] સેં પ્રભુતા [ મ્હોટાઈ] મિલે, પ્રભુતાસે પ્રભુ દૂર; તારે [ ગ્રહ નક્ષત્ર તારા પ્રમુખ ] સબ ત્યારે રહે, ગ્રહે શશી ઓર સૂર. ૧: ચંદ્ર સૂર્ય મ્હોટા છે એટલે તેમને ગ્રહણ લાગુ પડે છે. તારા-ગ્રહ-ન ત્ર હાના છે તો તેમને ગ્રહણ થતું નથી. માટે સ્વચ્છતા અને સાદાઈ રાખવી એ માર્ગાનુસારીને તેરમે બાલ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com