________________
બાલ અગીઆરમેT
બાલ અગીઆરમે
નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ ન કરવી
નિદિત કાર્યની તજવી માઠી ટવ જે.”
જે કાર્ય લોક વિરૂદ્ધ હોય કે જેનાથી લોકો નિદે, રાજા દડે અને આ લોકો તથા પરલોકમાં દુ:ખ પ્રાપ્ત થાય તેવાં કાર્ય ન કરવાં. દારૂ પીવ, માંસ ખાવું, શિકાર કરવો-જીવોની વગર અપરાધે ઘાત કરવી, ચોરી કરવી, પરસ્ત્રી કે વેશ્યા સાથે ગમન કરવું મૈિથુન સેવવું] અને જુગાર રમત કરવી, અન્યાયપૂર્વક હિંસામય વ્યાપાર કરવા, પરિણામે અનિષ્ટ ફળ આપનારૂં હડહડતું જૂઠું બોલવું દાણચોરી વિગેરે રાજયવિરૂદ્ધ કાર્ય કરવાં, બાળલગ્ન કે વૃદ્ધ લગ્ન કરવાં, વિશ્વાસઘાત કરવો તેમજ પારકી નિંદા કરવી; વિગેરે કાર્યો-અકાર્યો માણસાઈવાળો માણસ ન કરે. તેમજ જે જે દેશ, અતિ કે કુળધર્મની અપેક્ષાએ જે કાર્યો વિદિત ગણતાં હોય તે તે દેશ, જાતિ કે કુળ-ધર્મ વાળાએ તે તે કાન કરવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com