________________
ખેલ નવમે
વૃદ્ધ અવસ્થા કે બિમારીના પ્રસંગે ખાન પાન, ઔષધાદિ ઉપચાર વિગેરે સારવારપૂર્વક યથાશકિત બનતી સેવા બજાવવી જોઈએ.
૫૦
આ રીતે તેમના અથાગ ઉપકારના બદલા સર્વ પ્રકારનાં સુખ આપતાં કે પોતાના શરીરની ચામડી વડે મોજડી બનાવી પહેરાવવા છતાં વળતા નથી; પરંતુ તેમને ધર્મના માર્ગે ચડાવીએ કે ધર્મ કાર્ય કરતાં તેમને સહાયતા આપી સદગતિગામી બનાવીએ તોજ કઈક અંશે તેમના ઋણમાંથી મુકત થઈ શકીએ.
ધર્મથી ભ્રષ્ટ થયેલા ગુરૂઓનો ત્યાગ કરવો પણ આચારથી ભ્રષ્ટ થયેલ માતાના કયારે પણ ત્યાગ ન કરવા; કેમકે ગર્ભ ધારણ અને પોષણ કરવા વડે ગુરૂ કરતાં પણ કોઈક અપેક્ષાએ માતા અધિક ઉપકારી છે. પાંચ વર્ષ પછીની અવસ્થાએ બાળકોને અનેક સદગુણા, સુવિઘા અને કળા પ્રાપ્ત કરાવનાર પ્રાય: પિતા છે. માટે માતાપિતા બંનેનો પુત્ર જીંદગી પર્યંતના ત્રણી છે. તેથી તેમની જીવનયાત્રા સુખમય પસાર થાય એ ખાસ લક્ષમાં રાખવું જોઈએ. એવું જાણી માતા પિતાદિ વડિલા અને દેવગુરૂની સેવા [વિનય ] કરનાર માણસ માણસાઈવાળા ગણાય છે. એ માર્ગાનુસારીના નવમા ગુણ સમજવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com