________________
બેલ બાએ
-
—-----------
બાલ બારમે
આવકના પ્રમાણમાં ખર્ચ કર
આવકને અનુસરે ખર્ચ કરવો ઘટે.'
જેટલી ધનની આવક-પેદાશ હોય તેના પ્રમાણમાં ખર્ચ રાખવો ઘટે. દુનિયામાં મોટા થવા માટે નાક વધારવા માટે, દેખાદેખી, દબાણથી કે કોઈએ ચડાવવાથી કરજ કરીને મૃત્યુભોજન કરવાથી, લગ્નાદિ પ્રસંગે જમણ કરવાથી, વાસણની લહાણી કે ગજા ઉપરાંત દાન દેવાથી અને નાટક-સીનેમા પ્રમુખ મોજશોખમાં ધન વાપરવાથી પાછળ સીદાવું પડે.
તેમજ છતી શકિતએ કંજુસાઈને લઈ સુપાત્ર, કરૂણા કે ઉચિત-વ્યાબી દાનપુણ્ય પરમાર્થના કાર્યો ન કરવાં એ પણ અયોગ્ય છે. [નિદાને પાત્ર છે) સ્થિતિ નબળી હોય તો દાન કરનારની અનુમોદના પ્રશંસા કરવી અગર દાન કરવા માટે દલાલી કરવી-ઉપદેશ આપવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com