________________
એલ નવમા
se
પ્રભુ મહાવીર માતા ત્રિશલાજીની કુક્ષિમાં હતા ત્યારે મ્હારા હાલાચાલવાથી માતાજીને દુ:ખ થતું હશે' એમ ધારી કાયાને સંકોચી સ્થિર રહ્યા. મ્હારો ગર્ભ ગળી ગયા યા કોઈ હરી ગયા એવી આશંકાથી માતાજી કલ્પાંતરૂદન કરવા લાગ્યાં. પાતા ઉપર માતાજીના અથાગ મેહ છે’ આવું ધારી પ્રભૂએ કાયા ચલાવી કે માતાજી ખુશી થયાં. આ વખતે ગર્ભમાં રહ્યાં થકી પ્રભૂજીએ અભિગ્રહ લીધા કે ‘માતા પિતા-જીવતાં મ્હારે દીક્ષા ન લેવી.’વીર પ્રભુએ પેાતે જાતે આવા પિતૃભકત બની જગતના લોકોને પેાતાના જ દાખલાથી માવિત્રાને વિનય કરવાના પાઠ શીખવ્યો. માવિત્રા સ્વગે સીધાવ્યા પછી દીક્ષા લેવા તૈયાર થયેલા મહાવીરે વિંડલ બંધુ નંદીવઈ નના આગ્રહથી તેમને શાંતિ પમાડવા તેમનું વચન માન્ય રાખી બે વર્ષ દીા મેડી લીધી.
શ્રવણ કઠિયારે અપંગ માતા-પિતાને કાવડમાં બેસાડી ૬૭ તીર્થો કરાવ્યાં. રામચંદ્રજીએ ઓરમાન માતાના વચનની ખાતર અને પિતા દશરથની મુંઝવણ ટાળવા વનવાસ સ્વીકાર્યો. મહમદ પયગમ્બર નાની વયમાં વૃદ્ધ માતાની દિલોજાન સેવા બજાવી માતાના આશિર્વાદ મેળવી વડાપીર-મ્હોટા પીર પ્રભૂ થયા. આવા તો અનેક મહાપુરુષો થયા કે જેમણે માતા-પિતા વિગેરે વિડલાના વિનય-સેવા ભકિત કરી પેાતાનું નામ અમર કર્યું છે.
આવું સમજી માવિત્રેની આશા પાળવી. સવારમાં ઉઠી તેમને પગે લાગવું. તેમને જમાડીને જમવું. તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવી. પરદેશ જતી વખતે તેમને પગે લાગી આશિવાદ લેશે. માવિત્રે કંઈ કહે તે તેમના ઉપર ક્રોધ ન કરવો. કડવાં વચન ન કહેવાં. તેમના સામા ન થયું. તેમનું કોઈ પણ અયોગ્ય કાર્ય જેઈ વિનય અને વિવેકપૂર્વક તેમને સમજાવવાં.
આપણી બાલ્ય અવસ્થામાં આપણાં મળમૂત્ર સૂગ લાવ્યા વગર ધોયા છે. પોતાનાં બચ્ચાંને રોગાદિથી પીડાતાં જેઈ ભૂખ, તરસ, ઉષગરા વેઠી તેમને આરામ કરવા બનતા ઉપાયો કરે છે. બહુ કષ્ટો વેઠી દિલેાાન સેવા બાવે છે. આપણે પરદેશ હોઈએ ત્યારે આપણી આબાદી ઈચ્છે છે. તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com