________________
ખેલ સાતમા
એજ રીતે પડોશનું વાતાવરણ જાણવું. જમીનનું વાતાવરણ જે સ્થળે યુદ્ધ થયું હોય, હાડકાં કે મડદાં દટાયાં હોય અથવા મડદાં બાળવામાં આવેલાં હોય તેવી જમીનના સ્પર્શ થતાં માઠી અસર થાય છે.
૪૪
દા. ત.—માતા પિતાને તીર્થ કરાવી પાછા વળતાં પિતૃવત્સલ-વિનીત ‘શ્રવણ કઠિયારે’ અમુક એક પ્રદેશમાં આવતાં કાવડ નીચે ઉતારીને માવિત્રાને કહ્યું કે ‘ઉપાડવાની મજુરી આપો તો આગળ લઈ જાઉં.’ માવિત્રા સમજ્યા કે આવા પિતૃભકત પુત્ર આવી માંગણી કદિ ણ ન કરે, પરંતુ આ જમીનજ અશુદ્ધ છે, તેની અસર પુત્રને થઈ એટલેજ આમ બાલે છે. એમ ધારી ‘અહીંથી આગળ ચાલ એટલે તને મારી આપશું” એમ સાંભળી કાવડ ઉપાડી એ ભૂમિકા ઓળંગી આગળ ચાલ્યો. શુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરતાંજ શ્રવણના વિચારો બદલ્યા. અહો! મેં અવિનીતે માવિત્રા પાસે મજૂરી માંગી! ધિક્કાર છે મને!” આમ ખેદ કરી માવિત્રાના પગમાં પડી અવિનય ખમાવ્યો.
એમજ ગામ, દેશ અને દુનિયાનું વાતાવરણ ગામમાં વસતા મ્લેચ્છ હિંસક પ્રવૃત્તિથીજ આજીવિકા-કરનારા-વાઘેર મચ્છીમાર વિગેરેની માઠી અસર તથા સદાચારી-પ્રમાણિક, નીતિવાળાની સારી અસર થવા પામે છે. દેશ કે દુનિયામાં ચાલતાં યુદ્ધ, દુષ્કાળ કે રોગચાળા વિગેરેની ચાલતી હાડમારીની અસર ચિતારુપે થવા પામે છે.
આ રીતે અશુભ પડોશ કે વાતાવરણથી ચિત્ત અસ્થિર થાય, ચિંતા ઉપજે અને આત્મિક અહિત થાય છે. માટે અશુભ પડોશ કે વાતાવરણ ટાળી શકાય અગર તેનાથી દૂર રહી શકાય તેમ હોય તો તેને ટાળી [દૂર જઈ] શુભ પડોશ કે શુભ વાતાવરણમાં વસવું-વસવા બનતી કોશિષ કરવી એ આત્માને સુખકારી છે. વિવેકીજનોએ આ બાબતનું પુરતું લક્ષ્ય રાખવું જોઈએ. સ્વપરને ગુણકારી માણસાઈના આ સાતમો ગુણ માર્ગાનુસારી માણસે અવશ્ય આરાધવા ઉઘમવાન થવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com