________________
*
છે કે''
બોલ ચેાથે
- '
.
' T
=
ર
-
-
-
-
-
-
કરશો તેવું પામશો” “વાવશો તેવું લણશો આ ભવમાં કરેલાં પાપનાં ફળ આ ભવમાં પણ જોગવવાં પડે છે. કેટલાંક પાપ પર ભવમાંજ ફળે છે, જ્યારે કેટલાંક પાપનાં ફળ આ ભવ, પર ભવ અને ભવોભવ પણ ભેગવવાં પડે છે. માટે પાપથી ડરીને ચાલે–વર્તે તે સુખી થાય છે.
મલીન વાસનાથી, સ્વાર્થવૃત્તિથી, પૂર્વકર્મની પ્રેરણાથી, કોઈ સત્તાધારી વ્યકિતની પ્રેરણાથી કે દબાણથી, મમત્વ ભાવથી, અજ્ઞાનતાથી કે અશુભ કર્મના પહેલા બંધને લઈ આત્મા પાપકર્મ કરવા પ્રેરાય છે. પાપ-કર્મ કરતી વખતે વિરલ વિવેકી આત્માઓને ભાન હોય છે. બેભાનપણાથી બાંધેલા પાપ-કર્મ ઉદયમાં આવે છે અને જયારે દુ:ખ કે આપત્તિથી ઘેરાય છે ત્યારે રાડો પાડે છે, મુંઝાય છે અને તે દુ:ખથી છૂટવા આકાશ પાતાળ એક કરે છે. તે પછી ઈરાદાપૂર્વક, જાણી જોઈને કરેલાં કુકર્મોનાં કડવાં-માઠાં ફળ ભોગવવાં પડે તેમાં શી નવાઈ?
એવું જાણી દરેક આત્માએ પાપનાં પરિણામ વિચારી પાપકર્મ બાંધવાથી પાછા હટવું. પોતાને અને પરને દુ:ખકારી એવા વ્યસને સેવવામાં અને પાપકર્મ બાંધવામાં શૂરા ન થવું, પરંતુ પૂર્વનાં પાપકર્મો તોડવામાં શૂરવીર થવું. દયા, સત્ય, પવિત્રતા, સહનશીલતા, નમ્રતા, પરોપકાર અને સરળતા વિગેરે ગુણો [ પાપભીરૂ થઈ] પ્રગટાવવામાં પ્રયત્ન કરવો.
ન છટકે કુટુંબાદિ નિર્વાહના કારણે કોઈ પાપ કરવું પડે તો પણ તે પાપને પાપ સમજી ડરીને વર્તનાર અને નીતિ તેમજ દયામય જીવન ગાળનાર મનુષ્ય પાપભીર ગણાય છે. એ પ્રમાણે પાપભીરૂ બની નીતિ અને દયામય, સત્ય અને સંતોષમય ઈિત્યાદિક સદગુણમય શુદ્ધ માર્ગે ચાલવું-વર્તવું તે માર્ગાનુસારી કે માણસાઈને ચોથે ગુણ ગણાય.
૧ સત્ય બાલવાળાં અને સત્ય રીતે વર્તવાથી પ્રમાણીકતા આવે છે. અને અસત્ય બોલવાથી કૂડીયાપણાની છાપ પડે છે. કોઈ પગ મૂડીયાને વિશ્વાસ ન કરે. માટે કીર્તિ અને સુખનું કારણ એવું સત્ય પ્રાણ જતાં પણ માણસે ન છોડવું જોઈએ. સત્યની કષ્ટમય કસોટીમાંથી પસાર થનાર રાજ હરિશ્ચંદ્રની પેઠે સુખી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com