________________
બેલ પહેલે
એવું જાણી સુખના ઈચ્છક માણસે ઉપરોકત કોઈ પણ જાતને વ્યવસાય કરતાં અનીતિ, અન્યાય, કૂડ-કપટ અને અનાચાર વિગેરે છોડી નીતિ, ન્યાય, સત્ય, ઉદારતા, સહનશીલતા દયા અને સદાચારપૂર્વક ધન મેળવી; દાન-પુણ્ય પરમાર્થના કામ કરી, માણસાઈવાળા બનીને જીંદગી સફળ બનાવવી એજ મનુષ્ય-જંદગીનો સાર છે.
ન્યાય થકી ધન સંપાદન કરવા ૫ માર્થાનુસારીના ૩૫ ગુણમાંથી આ પ્રથમ બોલનું સ્પષ્ટીકરણ છે.
પોતાને ઉચિત વ્યાપાર પણ કદિ અન્યાયથી કરવો નહિ. જે મનુષ્ય કેવળ ધનની આશાથી જ નહિ પણ પોતે મેળવેલું ધન ગરીબ તથા અનાથ મનુષ્યોને ઉપયોગી થશે, તેમજ પોતાને પણ ધર્મ માર્ગમાં લાભદાયી થશે, એવું ધારી ધન પ્રાપ્ત કરવા ન્યાયપૂર્વક પ્રયત્ન કરે છે તે ગૃહસ્થ ધર્મને યોગ્ય અનુષ્ઠાન કરે છે એમાં સંદેહ નથી.
તેથી ઉલટું જે ગૃહસ્થ ધન મેળવવા ઉદ્યમ કરતો નથી અને નિર્વાહ સારૂં બીજ ઉપર આધાર રાખે છે તેનું ચિત્ત સ્થિર રહેતું નથી; પરાધીનતાથી તેને અનેક પ્રકારની ચિંતાઓ જાગૃત થાય છે અને ધર્મકાર્યોને સારું જોઈતા ધન વિના તે અધમનુષ્ઠાન કરે છે.
માટે જયાં સુધી ગૃહસ્થાશ્રમીપણું છે ત્યાં સુધી તેને ધન મેળવ્યા સિવાય નજ ચાલી શકે કારણ કે આજીવિકાનો નાશ થવાથી ગૃહસ્થની સર્વ ધાર્મિક કિયાઓ શિથિલ થઈ જાય. જેને આજીવિકાની જરૂર નથી તેને તો સંપૂર્ણ સંયમ એજ યોગ્ય છે. માટે આજીવિકાની જરૂરીયાતવાળે ગૃહસ્થ ન્યાયપૂર્વકજ ધન પેદા કરે.
| ન્યાયપૂર્વક પેદા કરેલા ધનથી આ લોક અને પરલોકમાં સુખ મળે છે. કારણનિશંકપણે તેને ઉદાર ભાવે પરમાર્થ કાર્યોમાં સદુપયોગ કરવાની ભાવના થાય છે. જ્યારે અન્યાયથી ધન પેદા કરીને તે દ્રવ્યમાંથી બંગલો બંધાવે, ગાડી ઘોડા રાખે, મોટરની મોજ કરે કે નાટક સીનેમા જીવે તો તે માણસને જોઈ લોકો શંકા કરે અને કહે કે “આ બંગલો તે લોકો પાસેથી લૂંટેલા ધનનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com