________________
માલ પહેલા
માણસાઈવાળા દયાળુ માણસે જેની સહાયતાથી પાતાના કાર્યની સિદ્ધિ થાય તેના તરફ બેદરકારી નજ રાખવી જોઈએ, પરંતુ પોતાના શરીરની તેમજ પોતાનાં સ્રી પુત્રાદિકની જેવી માવજત અને સંભાળ રખાય તેના કરતાં અધિક સંભાળ પોતાના આશરે રહેલાં માણસ કે પશુઓ વિગેરેની રાખવી જોઈએ. તેમને ખવરાવ્યા પીવરાવ્યા સિવાય પાતે ખાવું પીવું ન જોઈએ. પોતે કષ્ટ વેઠીને પણ તેની અગવડ ટાળવી જોઈએ. એમાંજ માણસાઈ છે અને એજ સુખના રસ્તા છે કારણ કે ‘પ્રાણિઓની સેવા એજ મહાવીરની સેવા.’
૨૦
ત્યાર પછી જમીન ખેડતાં કીડી મકોડા વિગેરે સૂક્ષ્મ જંતુઓના નાગરા તેમજ સાપ વીછૂ વિગેરે સ્થૂલ-મોટા જીવો નજરે ચડે તો તે જીવો કચરાય નહિ તેવી સંભાળ રાખવી જોઈએ. આવાં આરંભનાં કામે કરવા છતાં પણ કોઠામાં દયા હોય અને આવા જીવાને બચાવી લે તે દયાધર્મી કહેવાય છે.
તેમજ ખેતર કે વાડીમાં પૂરતો જાપતો રાખવા છતાં પશુ કે પક્ષીઓ ધાન વિગેરે ખાઈ જાય તો તેમના ઉપર ગુસ્સા ન કરવા, તેમજ તેમને એવા માર ન મારવા કે જેથી તેમને સખત ઈજા થાય કે પ્રાણ જાય. પશુ પક્ષીઓ જે ખાઈ ગયા હોય તે ધાન વિગેરે પાછું તે નજ મળે.
આપણા ભાગ્યનું હશે તે અને તેટલુંજ આપણને મળવાનું, વિશેષ નહિજ મળે. દરેક વસ્તુના અનેક ભાગીદાર હોય છે. જેને જેમાં ભાગ હોય તે ગમે તે રીતે લીધા વગર નજ રહે. આપણી વસ્તુના આપણેજ માલેક છીએ, બીજો કોઈ પણ નજ ખાઈ (ભાગવી) શકે એવી માન્યતા ભૂલભરેલી છે. આપણી ઈચ્છાથી આપણે કદાચ ન આપી શકીએ, પરંતુ તે તે વસ્તુના ભાગીદાર ગમે તે રીતે ભાગ લેવાનાજ. આવે વખતે ડાહ્યા માણસે ઉદારતા, સહનશીલતા અને દયા રાખવી જોઈએ.
ખેતી ઉત્તમ ગણેલ છે તેનું કારણ, મનુષ્ય અને પશુપક્ષીઓના જીવનને આધારભૂત ધાન્ય અને ચારાની જેનાથી ઉત્પત્તિ થાય છે, કંઈક જીવો સંતાષાય છે અને આર’ભ થવા છતાં જેમાં કૂડ કપટને બિલ્કુલ સ્થાન નથી. માટે ઉદારતા, સહનશીલતા અને દયા સહિત ખેતીના ધંધા કરનાર માણસ મહાન પુણ્ય ઉપાર્જન કરે છે અને તે માણસાઈવાળા ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com