________________
બેલ પહેલે
છે, અમુક પાસેથી લાંચ લઈને બંધાવેલો છે, અગર આ માણસ હરામનું અર્થાત ચોરીનું ધન ભેગું કરી દેશેખ કરે છે, વિગેરે શંકાઓ કરવાને લોકોને અવકાશ મળે.
વળી તે માણસનું ચિત્ત પણ અસ્થિર રહ્યા કરે, પોતાના મનમાં જ શંકાઓ થાય કે “મહારી આ અન્યાયની વાત કોઈ જાણશે તો હારા વિશે શું કહેશે? આમ રાત દિવસ આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનમાં તેનો સમય પસાર થાય છે.
ધન પાસે હોવા છતાં તેને છૂટા હાથથી પોતે ઉપભોગ કરી શકતો નથી. તેમજ જેણે અનીતિ અન્યાયથીજ ધન ભેગું કરેલું હોય તેવો માણસ લોભવૃત્તિને લઈનેજ દાનાદિક સત્કાર્યોમાં પણ તે વાપરી શકે નહિ. અન્યાયથી પેદ્ય કરેલા ધનથી અહિત થાય છે. કદાચિત પાપાનુંબંધી પુણ્યના યોગથી કેટલાક વખત તે ધન સ્થિર રહે તે પણ રાચવાનું નથી.
કેટલાક અશાન મનુષ્યો બીજાઓને અન્યાયથી ધન પેદા કરતા જોઈ લલચાઈ જાય છે. અને લોભ વશ થઈ તે પ્રમાણે આચરવાને દોરાય છે. તેમને ખરેખર કર્મના કાયદાની ગમ નથી કારણ કે કર્મના નિયમ અચળ અને સનાતન છે. તે આપણને જણાવે છે કે “કરશે તેવું પામશે.' કદાચ છાને ગુનો કરી રાજદંડથી બચી જવાશે, પરંતુ કર્મદંડથી નહિજ બચાય. માટે અન્યાયથી વેગળા રહી ન્યાયી બનવું.
મનુષ્ય ન્યાયી થયો એટલે શુભ કર્મ ઉપાર્જન કરે. શુભ કર્મ ઉપાર્યું એટલે ધન તે પોતાની મેળે જ આવીને ભરાવાનું. પૂર્વ પાપના ઉદયે કદાચ અહિ ધન ન પણ મળે. તેથી કોઈ અધર્મી મનુષ્ય તે મેળવવાને અનીતિ, અન્યાય કરે, છતાં પણ ધન ન મળે. એટલું જ નહિ પણ ભવિષ્યમાં પણ તે અન્યાય આચરણ રુ૫ પાપ થકી તે ધન મેળવવા શકિતમાન થઈ શકતો નથી. માટે તે મેળવવાને પ્રથમ પાત્ર બનવું જોઈએ અને પાત્ર બનવાને તે ન્યાયાચરણ સિવાય બીજો કોઈ ઉપાય—માર્ગ નથી.
મનુષ્ય કસોટીમાંથી જ આત્મામાં રહેલા ગુણે પ્રગટ કરી શકે છે અને લાભની જાળમાંથી પસાર થવું એ કંઈ નાની કસોટી નથી. છતાં જેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com