________________
બોલ બીજો
તેવા આચારવાળાની પણ ઈર્ષ્યા, નિંદા કે ચાડીચગલી, બદગોઈ વિગેરે ન કરવી; પરંતુ તેમને સુધારવા માટે હિતેચ્છુ થઈને કોશિષ કરવી. અગર પ્રભુ તેમને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી મૌન ધારણ કરવું
ઉપરોકર દુષ્ટાચાર છોડનાર કે પ્રથમથી જ શિષ્ટાચાર, નીતિ, ન્યાય, સત્ય અને સદાચાર પાળનાર માણસાઈવાળા પુરુષોની તેમજ તેવા સદાચાર નીતિમાર્ગની નિત્ય પ્રશંસા કરવી તે માર્ગાનુસારીપણું-નીતિ અને ધર્મના માર્ગને અનુસરવાપણું છે. અર્થાત જે માણસ દુષ્ટાચાર છોડી સદવર્તનપૂર્વક નીતિ, ન્યાય, સત્ય, તથા સદાચાર પ્રમુખ સદગુણોની અને સદગુણધારક મહાપુની પ્રશંસા કરે તે માર્ગાનુસારી ગણાય.
શિટાચાર પ્રશંસાનું
સ્પષ્ટીકરણ શિષ્ટ એટલે સાધુ પુરૂની શ્લાઘા-પ્રશંસા કરનાર, પરંતુ પોતાની પ્રશંસા પોતે નહિ કરનાર તેમજ બીજા પાસેથી પણ સાંભળવા ન ઈચ્છનાર; કોઈની પણ નિંદા નહિ કરનાર અને પોતાની નિંદા સાંભળી ગુસ્સે કે ખેદ નહિ કરનાર; આપત્તિના પ્રસંગે દીનપણું ન કરનાર અને સંપત્તિના સમયે પણ ગર્વ છોડી નમ્રતા રાખનાર; સલાહ લેવા આવનારને યોગ્ય સાચી સલાહ આપનાર; કોઈની સાથે પણ વિરોધ-કજીયો-કલેશ નહિ કરનાર; યોગ્ય અંગીકાર કરેલ કાર્યને પાર પહોંચાડનાર; દેશાચાર કે કુળાચાર પ્રમાણે વર્તી સદાચાર પાળનાર; નીતિ-ન્યાય અને સત્યતાથી ધન પેદા કરનાર અને તેમજ દ્રવ્યને સન્માગે સદુપયોગ કરનાર, જ્ઞાન અને ક્રિયાપૂર્વક ધર્મનું આચરણ કરનાર ઉત્તમ નીતિધર્મ કે પરોપકારના કાર્યો કરવાનો આગ્રહ રાખનાર; દુષ્ટ કાર્યો તરફ પ્રવૃત્તિ નહિ કરનાર; ધર્મને બાધ ન આવે તેવી રીતે લૌકિક વ્યવહારનાં કર્યો કરનાર પ્રમાદને છોડી, સ્વાર્થરહિત પણે ગરીબોને મદદ કરનાર; કરેલા ઉપકારનો બદલો વાળવાનું ન ભૂલી જનાર; નિત્ય પરોપકાર કરનાર અને સ્વાર્થને ત્યાગ કરી સર્વનું ભલું ઈચ્છનાર પુરુષ શિષ્ટ પુરુષ ગણાય
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com