________________
બેલ પહેલે
*"
T
કાર્ય ઉત્તમ પુરૂષો કરેજ નહિ. આવા બધા વિચારો તેમના હૃદયમાં રમી રહ્યા હોય છે. તેથી પાપાચરણ તો તેમના સ્વભાવને જ ખરે વિરૂદ્ધ લાગે છે અને તેમની પ્રવૃત્તિ હમેશાં પરોપકારમય ન્યાયાચરણ તરફજ થાય છે.
જે મધ્યમ વર્ગના મનુષ્યો છે તેનો સ્વભાવ હજુ ન્યાયમય બનેલો નથી હોતો લોભ અને ન્યાય બુદ્ધિ વચ્ચે તેમના હૃદયમાં ભારે યુદ્ધ થાય છે.લોભ. તેમને તાત્કાલિક લાભ દેખાડી અન્યાયી વન તરફ દોરે છે. જયારે ન્યાય બુદ્ધિ ભવિષ્યમાં તેથી નિપજતા અનિષ્ટ પરિણામ તરફ તેઓનું ધ્યાન દોરી અશુભ કર્મ કરતાં અટકાવે છે.
આ યુદ્ધમાં ક્ષણવાર લેભવૃત્તિ વિજયી નિવડે છે, તે માણવાર ન્યાયબુધ્ધિ પિતાનું રાજ્ય સ્થાપન કરે છે. પણ છેવટે અનુભવદ્વારા તેમજ ઉપદેશદ્વારા મેળવેલા બોધથી, પરલોકના ભયથી ડરીને ન્યાય માર્ગ પરજ તેઓ ચાલે છે.
ત્રીજા વર્ગના સામાન્ય માણસો જેઓ અધમ તરીકે ગણાય છે. તેઓ તો ફકત રાજદંડના ભયથી અથવા લોકોમાં આબરૂ જશે તેવા ભયથીજ અન્યાય માર્ગથી દૂર રહે છે.
જયાં સુધી ઉત્તમ આશયથી અન્યાયને ત્યાગ થાય ત્યાંસુધી તો સારું, પણ તે ન થાય તે પણ છેવટ રાજદંડ જેવા કનિષ્ટ કારણને પણ આશ્રય લઈ અન્યાયયુકત આચરણનો ત્યાગ કરવો એ પણ સારું છે.
ધન તે આત્માની વસ્તુ નથી, તે આવે છે ને જાય છે. પણ આત્મગુણ જે મલીન થાય છે તે સુધરતાં અનેક ભવો ચાલ્યા જાય છે. માટે આત્મકલ્યાણાર્થીએ ન્યાયયુકત માર્ગે ચાલવું એમ પુનઃ પુનઃ શાસ્ત્રકારો–શાની પુરૂષો ફરમાવે છે. ટુંકામાં માણસાઈ પ્રાપ્ત કરવા ‘ન્યાયસંપન્ન વિભવ’ ન્યિાયપૂર્વક ધન મેળવવું એ ગુણ પ્રગટાવવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com