________________
બાલ પહેલે
૨૩
-
-
ભને વશ નથી થતાં અને દુ:ખ આવવા છતાં ન્યાયને જ વળગી રહે છે તેઓને ગુણમાં રાચેલી લક્ષ્મી પોતાની મેળે મળે છે. જેમકે સમુદ્ર જળની યાચના કરતા નથી છતાં જળ વડે ભરાય છે. માટે આત્માને પાત્ર બનાવવો જોઈએ. “ઈચ્છા કરો તે પહેલાં તે મેળવવા પાત્ર બનો” મરણકે સંપત્તિએ પાત્રમનુષ્ય તરફ સ્વત: આર્યાય છે.
કર્મ એ સૂર્યરુપ આત્માના પ્રકાશને ઢાંકનાર વાદળા છે. જેમ સૂર્ય ઉગ્રરુપે પ્રકાશે એટલે વાદળાં પોતાની મેળે વિખરાઈ જાય છે, તે જ રીતે
જ્યારે આત્મા (જેનો સ્વભાવ સત્ય અને ન્યાયી છે તે) પોતાના ન્યાયી સ્વરૂપમાં પ્રવત એટલે કર્મ૫ વાદળાં નાશ પામવાનાંજ.
આ રીતે ન્યાયાચરણથી લાભાંતરાય રૂપ કર્મ નાશ પામવાથી ધન સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. તેનાથી અન્ય રીતે પ્રવૃત્તિ કરવાથી અન્યાય મુકત આચરણથી અર્થલાભ તો વિકલ્પ થાય છે (ધન પ્રાપ્તિ થાય યા ન પણ થાય.] કદાચિત પૂર્વપુણ્યના ઉદયથી તેને [અન્યાયી વર્તન છતાં] ધન પ્રાપ્તિ થાય પણ ખરી, પરંતુ તેથી આનંદ માનવાને નથી; કારણ કે તે કાર્યથી તેનું પૂર્વનું પુણ્ય નાશ પામ્યું અને જે અશુભ કર્મ અન્યાયાચરણથી ઉપાજવું તેનું અહિતકારી ફળ તો અવશ્ય આ ભવ કે પર ભવમાં ભેગવવું જ પડશે. માટે કર્મના નિયમમાં પ્રતીતિ રાખી અન્યાયી આચરણથી વેગળા રહેવું.
અધમ પુરૂષ રાજદંડના ભયથી, મધ્યમ પુરૂષ પરલોકના ભયથી અને ઉત્તમ પુરૂષ તે સ્વાભાવિકજ પાપકર્મ કરતો નથી. જે ઉત્તમ પુર છે તેમનો તો સ્વભાવજ તેમને ન્યાય તરફ ઘેરે છે. તેઓ તે સર્વ આત્માઓ સત્તાઓ એકસરખા છે. એ અચળ સિદ્ધાંતને અનુભવનારા છે. જયારે આત્મા બધા એક સરખા છે તે પછી બીજ આત્માને છેતરવામાં શું આપણે આપણી જાતને જ નથી છેતરતા?
વળી અાવી આચરણથી વિશ્વાસઘાત થાય છે તથા અન્ય જીવને દુ:ખ થાય છે. પોતે તેવી સ્થિતિમાં હોય તે પોતાને કેટલું દુ:ખ થાય? તેનો વિચાર કરી, જેવી બીજ પ્રાણિને આચાંતિ થાય, ઉદ્વેગ-ખેદ થાય તેવું અશુભ
- -
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com