________________
| બેલ પહેલા
જે નીતિ ન્યાયપૂર્વક કોઈ પણ જાતની લાલચ રાખ્યા વગર અસીલને સાચી સલાહ આપી તેને નીતિના માર્ગે દોરી કજીયા કલેશ મટાડી ધન મેળવે જ માણસાઈવાળો અચે વકીલ ગણાય.
કસાઇ, ધીવર, રબારી,
વેશ્યા વિગેરે
નિરપરાધી તૃણચરું પશુઓની માંસભક્ષણ માટે કે ધન કમાવા માટે તલ કરનારા કસાઈ, ધીવરમચ્છીમાર [ઉપરોકત ભાવનાથી નિર્દોષ જળચર જંતુઓને જળમાં ફસાવી મારનારા, રબારી [ ધન મેળવવા કસાઈવાડે પશુઓને વેચના] અને વયાપે [વિષયરુપ કીચડમાં માણસને ફાવી ધન મેળવનારી] વિગેરે હિંસા અને અનાચાર લેવી, ધન મેળવી મોજશોખ કરનારાં બધાં માણસાઈ વગરના ગણાય છે. તેમજ એવાઓ સાથે લેતીદેતીને પરિચય રાખનારા અને એમને કો ખાનારા પણ પદભ્રષ્ટ થઈ છેવટ નીતિધર્મ વગરના બની દુર્દશા પામે છે.
ખેતી-વાડી કરનાર
ખેતીવાડી પણ ધન કમાવાનું ઉત્તમ સાધન છે. દરેક શાસ્ત્રોમાં દરેક જતના વ્યાપારો, હુન્નર-ઉદ્યોગો કરતાં ખેતીનાં ધંધાને શ્રેષ્ઠ ગણેલ છે કાકે એ ધંધામાં કૂડ કપટ ચાલતું નથી. છતાં એ ધંધામાં પણ ઉદારતા, સહનશીલતા અને દયાની તે ખાસ જરૂર છે.
ખેતીના કામમાં બળદની તેમજ સાથી (માણસ) વિગેરેની પણ જરૂર પડે છે. બળદને કે સાથી વિગેરેનો આત્મા આપણા આત્મા જેવજ છે. એને પણ આપણી માફક સુખ ગમે છે. એની પાસેથી હદ ઉપરાંત કમ લેવામાં આવે તો તે અનીતિ ગણાય એની ખાવા પીવા વિગેરેની બેદરકારી રખા બરાબર માવજત ન શય તો તેને દુ:ખ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com