Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રકાશકીય
(ગુજરાતી આવૃત્તિ)
શાસન સમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંસ્થાએ આ પહેલાં ગ્લોરી ઓફ જૈનીઝમ, ૧૦૮ તીર્થદર્શનાવલિ, એસેન્સ ઓફ જૈનીઝમ જેવા વિવિધ મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન કરેલ છે. સંસ્થાએ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી જેવી મહત્ત્વની ભાષાઓમાં અનેક પ્રકારના જૈન સાહિત્યના જે ગ્રંથો પ્રકાશિત કરેલ
છે તેની સૂચિ આ ગ્રંથના અંતે આપેલ છે. તે જોતાં જ સંસ્થાની પ્રકાશન પ્રવૃત્તિનું મહત્ત્વ જણાઈ આવશે.
ભગવાન મહાવીરની ૨૬મી જન્મ-શતાબ્દી પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંતોએ જૈન ધર્મના વિશ્વકોશ જેવા કોઈ અત્યંત મહત્ત્વપૂર્ણ સાહિત્યના પ્રકાશનની અભિલાષા વ્યક્ત કરી. તે સમયે જૈન વિશ્વકોશના પ્રકાશન અંગે ભારતમાં અને ભારત બહાર કેટલીક યોજનાઓ બની, અમે તેમાં સહકાર આપવા નિર્ણય કર્યો. પરંતુ વાત આગળ વધી નહીં. જૈન વિશ્વકોશની આવી જ એક મિટીંગ વખતે જાણીતા જૈન વિદ્વાન ડૉ. નગીનભાઈ શાહે સૂચન કર્યુ કે જૈન વિશ્વકોશ હાલ કરી શકાય કે નહીં પરંતુ એક મોટું કાર્ય જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસનું— કરવા જેવું છે. શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ ભાગમાં લખાયેલ ‘જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ” ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની તેમણે સૂચના કરી. મિટીંગમાં હાજર રહેલા શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાનના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈને તરત જ આ કાર્ય કરવાની અનુમતિ આપી.
પૂજ્ય આચાર્ય ભગવંતો સાથે આ અંગે વાત કરતાં તેઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક આ કાર્ય તત્કાળ હાથ ધરવા સૂચના કરી. સંસ્થાએ અનુવાદની યોજના બનાવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org