________________
(૪૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા સમુદ્રના દાણું લઈને સરસવને મોટે રાશિ કરીએ. તેમાંથી એક સરસવ ઓછો કરીએ, ત્યારે ઉત્કૃષ્ટ, સંખ્યાનું ત્રીજો ભેદ થાય એવં સંખ્યાતાના ત્રણ ભેદ કહ્યા.
હવે અસંખ્યાતાના નવ ભેદ કહે છે–ઉત્કર્ટ સંખ્યાતું એક સરસવયુકત કરીએ તે જઘન્ય પરિત અસંખ્યાતાનો પહેલો ભેદ થાય. એ જઘન્યપરિત અસંખ્યાતું એક આદિ યુકત કરતાં જ્યાં સુધ ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધિ સર્વ મધ્યમપરિત અસંખ્યાતું કહીએ. એજ જઘન્યપરિત અસંખ્યાતાની રાશિને અભ્યાસ કરીએ તે જઘવયુકત અસંખ્યાતા થાય. અભ્યાસ તે રાશિના જેટલા સરસવ હાય તેટલા ઢગલા કરીએ, તેને પરસ્પર માંહમાંહે ગુણીએ તે અભ્યાસ કહેવાય અસત કલપનાએ તે ઢગલાના સરસવ પાંચ કલપીએ ત્યારે પાંચ પાંચ સરસવના પાંચ ઢગલા કરીએ, તેને પરસ્પર ગુણીએ, એટલે પહેલે બીજા સાથે ગુણતાં ૨૫ ધાય, તેને ત્રીજા સાથે ગુણતાં ૧૨૫ થાય, તેને ચેથા સાથે ગુણતાં ૬૨૫ થાય. તેને પાંચમા સાથે ગુણતાં ૩૧૨૫ થાય. એ અભ્યાસનામાં ગણિત જાણવું. એ જઘન્ય યુકત અસંખ્યાતું તે આવલિકાના સમયનું પરિમાણ છે. એક આવલિકાના એટલા સમય હોય. તે જઘન્યયુકત અસંખ્યાતાને બીજી, ત્રીજી, ચેથી અને પાંચમી વાર અભ્યાસ કરતાં અનુક્રમે અસંખ્યાત અસંખ્યાતું તથા પહેલું, ચોથે, સાતમું અસંતું થાય, તે આ પ્રમાણે જઘન્યયુકત અસંખ્યાતાની રાશિનો અભ્યાસ કરીએ ત્યારે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતું થાય. તેને વલી અભ્યાસ કરીએ તે પહેલું જઘન્યપરિત અસંતું થાય, તેને વલી અભ્યાસ કરીએ તે ચોથું જઘન્યયુકત અનંતું થાય. તેને વલી અભ્યાસ કરીએ તે જઘન્ય અનંતાનંતું સાતમું થાય. ત્રણ અસંખ્યાતા અને ત્રણ અનંતા એ છે જઘન્યને એકાદિકે યુકત કરતાં જ્યાં સુધિ ઉત્કૃષ્ટા ન થાય ત્યાં સુધિ એ છ મધ્યમ કહીએ. અને એ છ એક ઊણા કરીએ ત્યારે પાછલા ઉત્કૃષ્ટા થાય. અને ઉત્કૃષ્ટ્ર અનંતાનંતું તો નથી. એ અનુયાગદ્વાર સૂત્રોકત વિધિ કહ્યો. સૂત્રમાં એ રીતે કહ્યું છે. અનેરા આચાર્ય વલી આમ કહે છે–ચોથું જઘન્યયુક્ત અસંખ્યાતું એક જ વાર વર્ગિએ “તદ્દગુણે વર્ગ:” ઈતિ વચનાત. એટલે જઘન્યયુકત અસંખ્યાતાને જે રાશિ તેને તેજ રશિસાથે ગુએ, જેમ પાંચને પાંચે ગુણતાં ૨૫ થાય, તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતું સાતમું