________________
પાંચમો કર્મગ્રંથ.
( ૭૩ ) અનંત પ્રદેશવાલા એક પ્રદેશ ક્ષેત્રને વિષે અવગાહી રહેલ કમસ્કંધને પોતાના સર્વ પ્રદેશવડે જીવ ગ્રહણ કરે છે, તેને સર્વથી થડે ભાગ આયુષ્ય કર્મરૂપે પરિણમે. નામ અને ગોત્રકમને વિષે સરખો અને આયુષ્ય કરતાં અધિક ભાગ પરિણમે.
હવે એક અધ્યવસાયે પ્રસ્થા જે કર્મ પુદ્ગલ તેને આ કર્મને કેટલો ભાગ આવે? તે કહે છે–અષ્ટવિધ બંધને કમદલના આઠ ભાગ થાય, સસ્તવિધ બંધને સાત ભાગ થાય, વવિધ બંધને છે ભાગ થાય. ત્યાં અષ્ટવિધ બંધક હોવાથી આયુકમને થડે ભાગ પરિણમે, અન્ય કર્મની અપેક્ષાયે અપસ્થિતિ છે માટે તે થકી નામ અને નેત્રકમને વિષે અધિકે ભાગ પરિણમે, અધિક સ્થિતિ છે માટે. બનેને સ્વસ્થાને સરખે ભાગ હોય, સરખી સ્થિતિ છે માટે. અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કમને વિષે અધિક અને મહેમાંહે સરખે. મેહની કર્મને વિષે તેથી અધિક અને વેદની કર્મને વિષે રાવથી અધિક ભાગ પરિણમે. કારણ કે થોડા દલિક છતે તે વેદનીને સ્પષ્ટ રીતે અનુભવ ન થાય માટે. બાકીના કર્મને સ્થિતિવિશેષ કરીને હીનાધિક ભાગ હેય. પોતાની અલપ્રકૃતિરુપ જાતિવડે પ્રાપ્ત કરેલ દલિકને અનંતમો ભાગ સર્વ ઘાતિપ્રકૃતિને ભાગે આવે. શેષ રહેલ પ્રદેશાગ્ર બાકીની બંધાતી પ્રકૃતિએને સમયે સમયે વેંચાય છે.
હવે ગુણશ્રેણિ કહે છે–સમ્યકત્વ ૧, દેશવિરતિ ૨, સર્વવિરતિ ૩, અનંતાનુબંધીની વિસંયોજનાને વિષે ૪, દર્શનમેહનીના ક્ષક્ષકસંબંધિ ૫, ચારિત્રમેહનીના ઉપશમને વિષે ૬, ઉપશાંતહ ગુણ
સ્થાનસંબંધિ ૭, ક્ષેપકશ્રેણિ ૮, ક્ષીણમેહશ્રેણિ ૯, સગી ૧૦, અગી ૧૧, એમ અગ્યાર ગુણશ્રેણિ (ગુણાકારે પ્રદેશની રચના) હોય છે.
ગુણશ્રેણિનું સ્વરૂપ કહે છે–ઉપરની સ્થિતિથકી ઉતારેલ પ્રદેશાત્રની પ્રત્યેક સમયે ઉદયક્ષણ કરતાં અસંખ્ય ગુણનાએ રચના તે ગુણશ્રેણિ જાણવી. વલી એ પૂર્વોકત ગુણવાલા જી અનુક્રમે અસંખ્યાતગુણા નિર્જરાવાલા હેય.
હવે ગુણસ્થાન પ્રાપ્તિનું અંતર કહે છે—બીજે ગુણકાણે જઘન્ય