________________
( ૧૬ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. અપરિપૂર્ણ અર્થ કહેવારૂપ અપરાધને ખમીને બહુ સિદ્ધાંતના જાણ ગીતાર્થ હોય તેણે અધુરો અર્થ પૂર્ણ કરીને શિષ્ય આગળ-શ્રોતાજન આગળ પૂર્ણ અથે કહે.
આ સતતિકા નામે છેડે કર્મગ્રંથ સંપૂર્ણ થયે તે સંપૂર્ણ થયે છતે એ છ કર્મગ્રંથ મહાઅવંત સંપૂર્ણ થયા. ત્યાં પ્રથમના પાંચ કમથ તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રીદેવેંદ્રસુરીશ્વરે રચ્યા છે, અને છ સપ્તતિકા નામે કર્મગ્રંથ તે પૂર્વધર શ્રીચંદ્રમહત્તરાચાર્યે રચ્યો છે.
આ પુસ્તકમાં વર્ણન કરાયેલા છએ કર્મગ્રંથ મહાન અર્થવાળા હેઇને તેનું સંપૂર્ણ વર્ણન કરવાને અસમર્થ એવી હું ગુરૂ-કૃપાથી બાલ-છના ભણવા ગણવા અથે સારાંશરૂપે આ અર્થ આગમે દ્વારક આચાર્ય દેવ શ્રીસાગરાનંદસૂરીજીના પ્રશિષ્ય શ્રીમલયસાગરજી મહારાજ પાસે ધાર્યો હતો, તે છપાવવાની ઉત્કંઠા થતાં જામનગર નિવાસી ઉદાચિતવાલા શેઠ જેઠાભાઇ કાલચંદની આર્થિક સહાયથી છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આ અર્થ મેસાણાના શ્રેયસ્કર મંડલ તરફથી છપાયેલી ચોપડીને અનુસારે યથામતિ લખે છે. તે ભૂલ ચુકની ક્ષમા યાચી વિમું છું. શ્રી વસ્તુ .
| ગુમ યુતિ