________________
છ કર્મગ્રંથ
( ૧૭ )
અને વેદે ત્યાં લગે કે જ્યાં લગે સમયાધિક આવલિકા માત્ર શેષ હેય. એમ આગલ પણ કહેવું. વિસ્તારના ભયથી અત્રે કહેતા નથી.
પુરૂષદને સંજવલન ક્રોધમાં, ક્રોધને સંજવલન માનમાં, અને માનને સંજવલન માયામાં સંક્રમાવે, માયાને સંજવલને લેભમાં સંક્રમાવે. પછી સૂક્ષ્મ લેભને પણ હશે. માટે દશમા ગુણઠાણને અંતે મેહની મુલથી ક્ષય કરે. એમ જે ક્ષીણકષાય થયે તેને મેહની ટાલી, શેષ કર્મના સ્થિતિઘાતાદિક પૂવેલીપેરે ક્ષીણુમેહના સંખ્યાતા
રાગ જાય ત્યાં લગે પ્રવર્તે. એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે શાનાવરણી પ, દશનાવરણી ૪ અંતરાય પ, એ ૧૬ પ્રકૃતિની સ્થિતિ સવ અપવર્તનાએ અપવતીને ક્ષીણકષાયના અદ્ધા સરખી કરે, નિદ્રાદિકની સ્થિતિ સમય ઉભું કરે, તે ક્ષીણમેહનો કાલ હજી અંતમુહર્તાનો છે. ત્યાંથી માંડીને તે પ્રકતિના સ્થિતિવાતાદિ વિરામ પામે, શેષ પ્રકૃતિના હેય. નિદ્રાદિક હીન એ ૧૬ પ્રકૃતિ ઉદય ઉદીરણાએ કરીને સમયાધિક આવલિકામાત્ર શેષ રહે ત્યાં લગે છે. પછી ઉદીરણ નિવડે ત્યારે આવલિકામાત્ર કેવલ ઉદયેજ કરીને ક્ષીણ કષાયના પ્રથમ સમયે વેદ. તે પ્રથમ સમયે નિકળશથ થાય. ચરમસમયે શેષ ૧૪ પ્રકૃતિ ક્ષય કરે. તદઅંતર સમયેજ કેવલજ્ઞાન કેવલદર્શન પામે, તે સગિકેવલિ થાય. ત્યાં જન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઊણી પૂર્વકાંડી રહે ત્યારપછી જે કેવલિને વેદનીયાદિ અને આયુકર્મની વગણ અધિકી ઓછી-વિષમ હોય તે સમ કરવાને કાજે સમુદઘાત કરે, તે સમુદ્રઘાત આઠ સમયનો હેય. પ્રથમ સમયે આત્મપ્રદેશને અધઃ ઉદર્વ લેકાંતલગે દંડ કરે ૧, બીજે સમયે પૂર્વાપર લેકાંતલગે કપાટ કરે , ત્રીજે સમયે દક્ષિણેત્તર લોકાંતલગે આત્મપ્રદેશ વિસ્તારીને મંથનરૂપ કેરે ૩, ચેાથે સમયે આંતરે પૂરીને સમગ્ર લેકવ્યાપી થાય છે. પાંચમે સમયે આંતરા સંતરે ૫, છઠે સમયે મંથાન સફરે ૬, સાતમે સમયે કપાટ સહરે ૭, અને આઠમે સમયે દંડ પણ સંહરીને શરીરસ્થ થાય ૮. ત્યાં પહેલે અને આઠમે સમયે હારિક કાયયોગી હેય. બીજે છેડે અને સાતમે સમયે ઔદારિકમિશ્ર કાયયોગી હેય. ત્રીજે, ચેાથે અને પાંચમે સમયે કેવલ કામણ કાયયોગી હેય, એ ત્રણ સમય અણાહારી હેય. ઈત્યાદિક અને ઘણે વિચાર છે, તે વિસ્તારના ભયથી લખે નથી.