________________
છેડે કર્મગ્રંથ
( ૧૫૩ ) પામે. ત્યારપછી ઉદીરણા જે કેવળ પ્રવર્તે તે પણ આવલિકા શેષ રહે ત્યાંલગે હેય. તે પછી એક આવલિકા માત્ર કેવળ ઉદયે કરીને જ અનુભવે. તે આવલિકા માત્રને ચરમ સમયે દ્વિતીય સ્થિતિગત દૃલિકના અનુભાગ ભેદ કરીને ત્રિધા પુજ કરે, તે આ પ્રમાણે સમ્યકત્વ ૧, મિશ્ર ૨, અને મિથ્યાત્વ ૩. તે પછી અનંતર સમયે મિથ્યાત્વદલકના ઉદયના અભાવથકી ઔપથમિક સમ્યકત્વ પામે.
એ મિથ્યાત્વની સર્વ પ્રકારે ઉપશમનાથકી પ્રથમવાર સમ્યકત્વને લાભ હેય. એ સમ્યકત્વ પામતો કેઈક દેશવિરતિ સહિત પણ પડિવજે. તે માટે દેશવિરત પ્રમત્ત અને અપ્રમત્ત સંયતને વિષે પણ મિથ્યાત્વ ઉપશાંત પામીએ.
હવે સંયમને વિષે વર્તમાન વેદક સમ્યગ્દષ્ટિને ત્રણ દર્શન ઉપશમાવતાં ત્રણ કરણનો વિધિ પૂર્વલીપરે ત્યાં સુધિ કહે, જ્યાં સુધિ અનિવૃત્તકરણ કાળના સંખ્યાત ભાગ ગયે થકે અંતરકરણ કરે. તે કરતો થકે સમ્યકત્વની પ્રથમ સ્થિતિ અંતમુહુર્ત પ્રમાણ સ્થાપે અને મિથ્યાત્વ તથા મિશ્રની સ્થિતિ આવલિકા માત્ર સ્થાપે અને ઉમેરાતું દલિયું ત્રણેનું સમ્યકત્વની પ્રથમ સ્થિતિમાંહે નાંખે. મિથ્યાત્વ તથા મિશ્રની પ્રથમ સ્થિતિનાં દલિયાં સમ્યકત્વની પ્રથમ સ્થિતિનાં દલિયાંમાંહે તિબુસંક્રમે કરીને સંક્રમાવે. સમ્યકત્વની પ્રથમ સ્થિતિ વિપાકના અનુભવવા થકી અનુક્રમે ક્ષીણ થયે થકે પશમિક સમ્યગ્દષ્ટિ જીવ થાય. અને તે ત્રણે મિથ્યાત્વાદિકના ઉપરના દલિયોની ઉપશમના અનંતાનુબંધીના ઉપરિતન દલિયાનીપરે જાણવી. એજ પ્રકારે કરીને અનેરાની પણ ઉપશમના જાણવી. એને વિસ્તાર ગ્રંથાતરથકી જાણવે.
અંતરકરણ કીધે કે અનંતાનુબંધી ૪ તથા દર્શનવિક એ સાત પ્રકૃતિ ઉપશાંત હેય. તે પછી નપુસકવેદ ઉપશમે. પછી સ્ત્રીવેદ ઉપશમે. પછી હાસ્યાદિષક ઉપશમે. પછી પુરષદને બંધદય ઉપશમે. પછી અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાનને ક્રોધ સમકાલે ઉપશમે. પછી સંજ્વલને ક્રોધ ઉપશમે. પછી બનેનું માન ઉપશમે. પછી સંજવલનું માન ઉપશામે. પછી એની માયા ઉપશામે. પછી સંજવલની માયા ઉપશમે. એ ૨૫ પ્રકૃતિ નવમે ગુણઠાણે ઉપશમે. તે પછી બન્નેનો લોભ સમકાલે ઉપશમે. પછી સંજ્વલને લાભ ઉપશમે. એ મેહનીની