________________
પાંચમો કર્મગ્રંથ.
( ૭૭ ) એટલે સાત રાજ પહેળે, સાત રાજ લાંબો અને સાત રાજ ઉચે સમચતુરસ્ક ઘનક થયો. હવે લેક તો વૃત છે, અને એ ઘન તે સમચતુરન્સ થયો તેથી વૃત કરવાને માટે તેને ૧૦ ગુણ કરીએ, ૨૨ ભાગે ભાગીએ ત્યારે કાંઈક ન્યૂન સાત રાજ વૃત લાંબે પહેળો થાય, પણ વ્યવહાર થકી સઘલ સાત રાજનેજ ચતુર ઘનલોક જાણે. અહિં રાજમાન તે સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ દિશાની વેદિકાથકી દક્ષિણ વેદિકાલગે અસંખ્યાતી કેડીકેડી જન પ્રમાણ જાણવું. એ ઘન ચતુરસ લેકના એકેક રાજના ઘન ચતુરરસ ખંડક ૩૪3 થાય, અને ઘન વૃતકના ઘન ચતુરઢ ખંડક ૨૯૭ થાય. ઇતિ ઘનલાક સ્વરૂપમ.
તે ઘનક જેવડી લાંબી એટલે સાત રાજ લાંબી, એક પ્રદેશની પહેલી શ્રેણિ જ્યાં કહી છે ત્યાં એ ઘનીકત લોકની સાત રાજની લેવી, એકસરી ખેતીની માળાની પરે. તે શ્રેણિના વર્ગ કરીએ એટલે એક એણિના જેટલા પ્રદેશ હોય તેટલા ગુણ કરીએ તેને પ્રતર કહીએ. તેને વલી શ્રેણિના પ્રદેશ સાથે ગુણીએ તેને ઘન કહીએ. જેમ અસત કપનાએ એક શ્રેણિમાં પાંચ પ્રકારો છે તેને સુચિ કહીએ. તેને વલી પાંચગુણુ કરીએ તો ૨૫ થાય, તેને પ્રતર કહીએ. તેને વલી પાંચગુણ કરીએ તો ૧૨૫ થાય, એ ઘન કહીએ. અહિં સાત રાજ લાંબે, સાત રાજ પહેળે અને જાડ૫ણે એક પ્રદેઅને તે પ્રતર રાજ જાણવો. અને સમસ્ત લોક તે ઘનલોક કહીએ. ઇતિ પ્રદેશબંધ સમાપ્ત.
હવે ઉપશમશ્રેણિનું સ્વરુપ કહે છે–અનંતાનુબંધી ૪, દશનમેહની ૩, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિષટક, પુરૂષદ અને સંજવલન એકેક કષાયને આંતરે બે કષાયે સરખે સરખાને અનુક્રમે ઉપશમાવે.
હવે ક્ષપકશ્રેણિનું સ્વરૂપ કહે છે–ક્ષપકશ્રેણિને પડિવાજતે મનુખ્ય આઠ વર્ષ ઉપરની વયવાલો અત્યંત શુદ્ધ પરિણામવંત ચોથાથી સાતમા ગુણઠાણુપર્યત એ ચાર માંહેને કઈ પ્રથમ અંતમુહુર્તમાંહે અનંતાનુબંધી ચારેને સમકાલે ક્ષય કરે, તેને અનંત ભાગ રહે તે મિથ્યાત્વમાંહે નાખે, ત્યારપછી મિથ્યાત્વને તેના અંશ સહિતજ