________________
છઠે કર્મગ્રંથ.
( ૯૫ )
હવે નામકર્મના આઠ બંધસ્થાન કહે છે–૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧ એવં ૮. તિર્યંચ મનુષ્યાદિ ગતિપણે તે દરેક સ્થાન અનેક પ્રકારે છે તે કહે છે–તિહાં તિર્યંચગતિ પ્રાગ્ય બાંધતાને સામાન્યપણે ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ એ પાંચ બંધસ્થાન છે. તેમાં એકેદ્ધિ પ્રાયોગ્ય ૨૩, ૨૫, ૨૬ એ ત્રણ બંધસ્થાન હેય. તે કહે છેતિર્યંચદુગ, એકાંદ્રજાતિ, ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણ શરીર, હું અકસંસ્થાન, ચાર વર્ણ, અગુરુલઘુ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદેય, અયશ, નિરમાણુ એવં ૨૩ પ્રકૃતિને બંધ અપર્યાપ્ત એકેઢિ પ્રાયોગ્ય બાંધતાં તિર્યંચ તથા મનુષ્ય મિથ્યાદૃષ્ટિને હેય. ૨૩ ના ૪ ભાંગા-સૂક્ષ્મ પ્રત્યેક ૧, સૂક્ષ્મ સાધારણ ૨, બાદર પ્રત્યેક ૩, બાદર સાધારણ ૪, એવં ચાર. ૨૩ માં પરાઘાત અને ઉધાસ ભેળવતાં ૨૫ થાય. તે એકેદ્રિ પર્યાપ્ત પ્રાયોગ્ય બાંધતાં નારકીવિના ત્રણ ગતિવાલા મિથ્યાદષ્ટિને હેય.
તિર્યંચગ, એકેબ્રિજાતિ, ત્રણ શરીર, વર્ણાદિ ચતુષ્ક હુડકસંસ્થાન, અગુરુલઘુ, ઉધઘાત, નિરમાણુ પરાઘાત, ઉધાસ, સ્થાવર, સૂમ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ શુભ અથવા અશુભ, સ્થિર અથવા અસ્થિર, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ. આ ૨૫ ભેદના ૨૦ ભાંગ તે આ પ્રમાણે–બાદર પર્યાપ્ત પ્રત્યેક આશ્રી સ્થિર અસ્થિર, શુભ અશુભ, તથા યશ અયશવડે ગુણતાં આઠ ભાંગા. બાદર પર્યાપ્ત સાધારણ આશ્રી શુભ અશુભ, સ્થિર અસ્થિવડે ગુણતાં ૪. સૂક્ષ્મપર્યાપ્ત, સાધારણ અને પ્રત્યેક એ બન્નેને શુભ અશુભ અને સ્થિરઅસ્થિર સાથે ગુણતાં ૮. તેને અયશ ન હોય. એવં ૨૦, આ ૨૫ માં આતાપ તથા ઉદ્યોત એ બેમાંથી એક ભેળવતાં ૨૬. તે પણ એકેંદ્રિ પર્યાપ્ત પ્રાયોગ્ય બાંધતાં નારકીવિના ત્રણે ગતિના મિશ્ચાદષ્ટિને હેય. તે ૨૬ ના ૧૬ ભેદ થાય તે આ પ્રમાણે આતાપને સ્થિર અસ્થિર સાથે ગુણતાં ૨. તેને શુભ અશુભ સાથે ગુણતાં ૪. તેને યશ અયશ સાથે ગુણતાં ૮. તેવાજ ઉદ્યોતના પણ ૮. કુલ એકેદ્રિ આશ્રી ૨૩ બંધના ૪. ૨૫ બંધના ૨૦. ૨૬ બંધના ૧૬. એવં ૪૦ ભાંગા થયા. વિકલેંદ્રિના ૨૫, ૨૯, ૩૦ એવું ત્રણ બંધસ્થાન. બેઈકિ અપર્યાપ્ત પ્રાગ્ય બાંધતાં મિથ્યાષ્ટિને