________________
છઠે કર્મગ્રંથ
( ૧૪ )
કાલને સંખ્યાતમે ભાગ જાય. ત્યારપછી પ્રથમ સમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનંતગુણ હોય. તેથકી પણ જે જઘન્ય સ્થાનથી નિવૃત્તિ કરી હતી તેના ઉપરલી જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય. તેથકી નીચલી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણુ હેય. તેથકી ઉકત જaન્યથી ઉપરની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય. એમ ઉપર અને નીચે એકેકું વિશુદ્ધિસ્થાનક અનંતગુણું ત્યાં લગે કહેવું કે જ્યાં લગે યથાપ્રવૃત્તકરણને ચરમસમયે જઘન્ય વિશુદ્ધિસ્થાનક અનંતગુણ વિશુદ્ધ હેય. ત્યારપછી જે ઉપરલા જઘન્ય સ્થાનક રહ્યા તેના ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનક નિરતર અનંતગુણ વૃદ્ધિએ યાવત ચરમ સમયનું ઉત્કૃ વિશુદ્ધિસ્થાનક હોય ત્યાંસુધિ કહેવું.એ રીતે યથાપ્રવૃત્તકરણ કહ્યું.
હવે અપૂર્વકરણ કહે છે–ત્યાં અપૂર્વકરણે પ્રતિસમયે અસંખાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય સ્થાનક છે. તે પ્રતિસમયે છઠાણવડિયાં હેય. ત્યાં પ્રથમ સમયે જઘન્ય વિશુદ્ધિ સવથકી ડી હેય. પણ તે યથાપ્રવૃત્તકરણના ચરમસમયની ઉત્કૃષ્ટી વિશુદ્ધિથકી અનંતગુણું જાણવી. તેથકી પ્રથમ સમયેજ ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનંતગુણ હેય. તેથકી બીજે સમયે જઘન્ય વિશુદ્ધિ અને તગુણી હેય. તેથકી તેજ બીજે સમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનંતગુણી હોય. એમ પ્રતિસમયે અનંતગુણુ વધતી વિશુદ્ધિ અપૂર્વકરણના છેલ્લા સમયલશે કહેવી, યાવત ચરમસમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનંતગુણ હેય. એ અપૂર્વકરણને વિષે પ્રથમ સમયે જ સ્થિતિઘાત ૧ રસઘાત ૨ ગુણશ્રેણિ ૩ ગુણસંક્રમ ૪ અપૂર્વ સ્થિતિબંધ ૫, એ પાચ સમકાલે પ્રવર્તે. ત્યાં સ્થિતિઘાત તે સ્થિતિવંત કર્મના અશ્ચિમ ભાગથકી ઉત્કૃષ્ટપણે ઘણુ સાગરોપમના શતપ્રમાણ અને જઘન્યથી પપમના સંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિખંડ ખડે, તે ઉતરીને જે સ્થિતિ હેડે નહિ ખડે તે માંહે તે દલિથું નાખે, અંતર્મુહુર્તકાલે તે સ્થિતિખાંડ ઉકેરે, ત્યારપછી વલી ફરીને પણ હેઠલો પાપમ સંખ્યયભાગ માત્ર સ્થિતિખંડ અંતમુહુર્ત કાલે ઉકેરે, પોંકત પ્રકારેજ નાખે, એમ અપૂર્વકરણના કાલમાંહે ઘણું સ્થિતિખંડના સહસ્ત્ર વ્યતિક્રમે એમ કર્યો થકે અપૂર્વકરણને પ્રથમ સમયે જેટલી સ્થિતિનું કર્મ હતું તે તેને જ ચરમસમયે સંખ્યાતગુણ હીન થાય. રસઘાત તે અશુભ પ્રકૃતિનો જે અનુભાગ તેને અનંતમાં ભાગ મુકીને શેષ સર્વ અનુ