________________
છઠો કર્મગ્રંથ.
( ૭)
નાખે, પછી સંજ્વલન લેભ એપવે. તે લાભનો છેલ્લો અંશ તેના અસંખ્યાતા ખંડ કરીને જુદા જુદા કાલભેદે છે. તેને વલી છેલ્લે ખંડ તેના અસંખ્યાતા ખંડ કરીને પ્રતિ સમયે એકેક ખંડ એપવે, એમ અસંખ્યાતીવાર કરીને મૂલથી લેભ ખેપવે. ત્યારપછી બે નિદ્રા ખે. તે પછી ક્ષીણમેહને અંતે પાંચ જ્ઞાનાવરણુ, ચાર દર્શનાવરણી, પાંચ અંતરાય એ ચાર પ્રકૃતિ ક્ષય કરીને કેવલજ્ઞાની કેવલદશનીય થાય. એ સર્વ મોહપ્રકૃતિ અંતમુહ પ્રત્યેક પવે. અને શ્રેણિને કાલ પણ અંતમુહુતનો હોય. અંતમુહુર્તના અસંખ્યાતા ભેદ છે માટે. એ પ્રમાણે ક્ષપકશ્રેણિનું સ્વરૂપ કહ્યું.
શ્રી દેવેંદ્રસૂરિએ ચાર પ્રથમ વર્ણવ્યા તે તથા આ શતકનામા પંચમ કર્મગ્રંથ પોતાને સ્મરણ કરવા માટે લખ્યો.
|| ઇતિ પંચમ કર્મગ્રંથ છે
શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને સંતતિકા નામે ષષ્ઠ કર્મગ્રંથ કહે છે–ગ્રંથના આરંભમાં પ્રથમ મંગલ અવશ્ય કરવું તે વિદનના નાશ માટે છે. ૧. અભિધેય તે ગ્રંથમાં કહેવા લાયક વસ્તુ ૨. સંબંધ તે વાગ્યે વાચક અથવા ઉપાયોપેય, ગ્રંથ પોતે તે વાચક, તેમાં પ્રતિપાદન કરેલે જે વિષય તે વાચ્ચ. મૂલ સિદ્ધાંતને આધારે જે ગ્રંથ પાછલથી લખાયો હોય તેને ગુરૂપરંપરાથી મૂલ સિદ્ધાંત સાથે જે સંબંધ તેને શાસ્ત્ર-સંબંધ કહીએ ૩. પ્રોજન તે ગ્રંથને કહેવાનું અને સાંભલવાનું જે ફલ તેનું નામ પ્રયોજન. તે પ્રોજન અનંતર અને પરંપરા એમ બે પ્રકારનું છે. તેમાં શ્રોતાને જે કાંઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે અનંતર પ્રયોજન, અને વકતાને જે પરોપકાર થાય તે અનંતરપ્રયજન પરંપરાએ બન્નેને મેક્ષની પ્રાપ્તિ થાય તે પરંપરાપ્રયોજન ૪.
સિદ્ધ થયેલા છે પદે જેને વિષે એવા ગ્રંથથકી બંધ ઉદય અને સત્તા પ્રકૃતિના સ્થાનના મહેટા અથવાલા અને દૃષ્ટિવાદત્રના સારભૂત રહસ્ય છે જે માટે દૃષ્ટિવાદનો ચોથો ભેદ જે પૂર્વગત નામે છે, તેમાં ૧૪ પૂર્વ છે, તેમાં બીજું અગ્રાયણીય નામે પૂર્વ છે