________________
પાંચમો કર્મગ્રંથ.
( ૫૩ ). હવે પાપપ્રકૃતિ કહે છે–પ્રથમ સંઘયણ તથા પ્રથમ સ્થાન વજી સંઘયણસંસ્થાનની દશ અશુભ ખગતિ, તિર્યંચદુગ, અસાતાવેદની, નીચગેત્ર, ઉપદ્યાતનામ, જાતિ ચાર, નરકત્રિક, સ્થાવરની દશ, અશુભ વર્ણાદિ ચાર, ઘાતિની ૪૫ સહિત કરતાં ૮૨ પાપપ્રકૃતિ જાણવી.
હવે અપરાવર્તમાનની પ્રકૃતિ કહે છે–વર્ણાદિક ચાર, તેજસકાર્મણશરીર, અગુરુલઘુનામ, નિર્વાણનામ, ઉપઘાતનામ, એવં નામકર્મની દ. દર્શનાવરણ ૪. જ્ઞાનાવરણ ૫, અંતરાયની ૫, પરાઘાતનામ, ભયમેહની, જુગુપ્સાહની, મિથ્યાત્વમેહની, ઉશ્વાસનામ, જિનનામ એવં ર૯ અપરાવર્તમાન જાણવી.
હવે પરાવર્તમાન કહે છે - ત્રણ શરીર, ત્રણ અંગોપાંગ, સંઘયણ સંસ્થાનની ૧૨, પાંચ જાતિ ચા૨ ગતિ, બે ખગતિ, ચાર આનપૂર્વ એવં શરીરની ૩૩. ત્રણ વેદ, હાસ્યયુગલ, શેળ કષાય, ઉદ્યોતનામ, આતાપનામ, બે બેત્રની, બે વેદની, પાંચ નિદ્રા, ત્રસ્થાવરની ૨૦, આયુષ્યની ચાર, એવં ૯૧ પરાવર્તમાનની જાણવી. ક્ષેત્રવિપાકી ચાર આનુપૂવિ જાણવી. ભવવિપાકી ચાર આયુષ્યની જાણવી.
હવે જીવવિપાકી કહે છે–ઘનઘાતિ ક૭, ગાત્રની ૨, વેદનીની ૨, જિનનામ, સરનામ, બાદરનામ, પર્યાતનામ, સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાતનામ, સુભગનામ સુસ્વરનામ, આયનામ, યશનામ, દુર્ભાગનામ, દુઃસ્વરનામ, અનાદેયનામ, અપયશનામ, ઉશ્વાસનામ, જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨, એવં ૭૮ જીવવિપાકી જાણવી.
(જીવને જ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્મગુણને વિષે તથા ઇંદ્રિય ઉધાસાદિકને વિષે પિતાને કરેલે અનુગ્રહ ઉપઘાત દેખાડે તે માટે જીવવિપાકી કહીએ. સર્વે પ્રકૃતિ જીવને જ વિપાક દેખાડે છે તે ક્ષેત્રાદિક જુદા જુદા વિપાક કેમ કહ્યા? તેને ઉત્તર એ કેસર્વે પ્રકૃતિવિપાક તો જીવને જ દેખાડે છે તે પણ ક્ષેત્રાદિકના પ્રાધાન્યપણા માટે તે વિપાકપણે કહી. ચાર આયુ તે ભવવિપાકી છે. બહુ ભાવે પરિણામ વિશેષે જે ભવાગ્ય આયુ બાંધ્યું હોય તે તેજ ભવે અનુભવાય. તે માટે ભવવિપાકી કહીએ. ગત્યાદિક તો કેટલીક